Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક સ્થળે હોલિકા દહ્નના કાર્યક્રમોનું આયોજનઃ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં લોકોમાં ખૂબ ઉત્સાહ સાથે બજારોમાં ભીડ ઉમટી છે.
ખંભાળિયામાં રામનાથ સોસાયટી સહિતની મોટાભાગની ખૂબ હોળીઓના પ્રાગટ્ય રાત્રિના આઠ વાગ્યા પછી આજે થનાર છે.
હોળી-ધૂળેટી તહેવારોના સંદર્ભમાં રંગો-પિચકારીઓ તથા મીઠાઈઓ પતાશા હારડાની ખરીદી તથા ધાણી-ખજૂર, નાળિયેર માટે લોકો બજારોમાં ઉમટ્યા હતાં, તો નવી પેઢીમાં રંગોનો તહેવાર ઢગલાબંધ કલરની કોથળીઓ સાથે બાઈકમાં ફરીને મનાવવાનો હોય તેની તૈયારીઓ આજથી જ શરૂ થઈ ગઈ છે, તો અનેક સ્થળોમાં ખંભાળિયામાં ગગવાણી ફળી, જુની લોહાણા મહાજન વાડી, પોર ગેઈટ, તિરૂપતિ સોસાયટી, નવાપરા વિસ્તાર, ગાયત્રીનગર, પાંચ હાટડી ચોક, વિજયચોક, ગુગળી ચકલો સહિતના વિસ્તારોમાં વર્ષોથી પરંપરાગત રીતે હનુમાનજીની સ્થાપના સાથે મોટી હોળી તથા ડાકણ નાની હોળી બનાવીને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા સાથે પ્રાગટ્ય થાય છે.
ખંભાળિયામાં મહાપ્રભુજી બેઠક, સ્વામિનારાયણ મંદિર, વિવિધ હવેલીઓમાં પણ હોળી ઉત્સવની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી તથા ધૂળેટી તહેવારનું પણ આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial