Advertisement
Author: નોબત સમાચાર

જુંગીવારા ડાડાની બહીગામની પ્રાચીન જગ્યા ખાલી કરાવવાની નોટીસ રદ્દ કરવા ઉઠતી માંગણી

રાજાશાહીના સમયથી સ્થાપિત શ્રદ્ધા કેન્દ્ર

જામનગર તા. ૧૩: આસ્થા-શ્રદ્ધાના કેન્દ્ર સમી જય જુંગીવાળા ડાડાની ધાર્મિક જગ્યાને સરકારી જમીનનું દબાણ ગણી આ જગ્યાની જમીન ખાલી કરી દેવાની અપાયેલ નોટીસ રદ્દ બાતલ કરવાની માંગણી સામે રજૂઆત કરવામાં આવી છે.

ખંભાલીયાના ઉગમણાબારાના પ્રવિણસિંહ જાડેજા, ભૂપતસિંહ ચૌહાણ અને મનુભા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ખંભાલિયા તાલુકાના બહીગામ નજીકની પ્રાચીન જય જુંગીવારા ડાડાની વિખ્યાત જગ્યા આવેલ છે. જે સમસ્ત હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, અને તે રાજાશાહી સમયથી છે. તેમજ જંગલના દેવ ગણાય છે. આ દેવની જગ્યાનું અસ્તિત્ત્વ જંગલમાંથી દૂર કરવા નોટીસ પાઠવી છે. જે કમનસીબ છે. આથી સત્વરે આ નોટીસ રદ્દ કરવામાં આવે. આ જગ્યા મંદિર, દેવળની રાજાશાહી સમયની હોય, તે સમયના નવાનગર રાજયના રાજવીઓએ પણ ધાર્મિક જગ્યા જાળવી રાખેલ હતી. જુંગીવાળા ડાડાનું શિખરબદ્ધ દેવળ અને અને અંબિકા માતાનું દેવળ પણ બાંધવામાં આવ્યું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ આવે છે તેમને નિઃશુલ્ક આવાસ-ભોજનની સેવા આપવામાં આવે છે. એટલે કે, ધાર્મિક ઉપાર્જન માટે બાંધકામ કરવામાં આવ્યું નથી. લોકો અહીં માનતા લઈને આવે છે, અને અહીંનો વહીવટ પણ શાજાશાહી સમયથી ચલાવાય છે. પરંતુ તંત્ર દ્વારા આ ધાર્મિક સ્થળને દબાણ ગણીને નોટીસ પાઠવવામાં આવી છે. કોઈ ખરી બાબત ધ્યાને લીધા વગર નોટીસ પાઠવાઈ છે, તે પાછી ખેંચવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh