Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાકક્ષાની બેઠકમાં અપાયા સૂચનોઃ વિગતો મેળવાઈ
જામનગર તા. ૧૩: કલેકટર કેતન ઠકકરના અધ્યક્ષ સ્થાને લઘુતમ ટેકાના ભાવે ઘઉં અને ખરીફ પાકોની ખરીદીની ડીસ્ટ્રીકટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરે જણસી વાઈઝ ભાવ અને માર્કેટભાવ, કુલ નોંધણી, ખરીદ કેન્દ્રની યાદી, સંગ્રહ વ્યવસ્થાની જાણકારી મેળવી લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતાં.
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં લઘુતમ ટેકાના ભાવે ઘઉં તથા ખરીફ પાકોની ખરીદીની ડીસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરે તુવેર, મગફળી, મગ, સોયાબીન, અડદ, ચણા અને રાયડાની ખરીદ પ્રક્રિયા અને હાલ થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી. અને લગત અધિકારીઓ સાથે જણસી વાઈઝ ભાવ અને માર્કેટ ભાવ, વાવેતર વિસ્તાર, ખરીદ કેન્દ્રની યાદી, ખરીદ પ્રક્રિયા, સંગ્રહ વ્યવસ્થા વગેરે મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરી સૂચનો આપ્યા હતા. તથા સમગ્ર પ્રક્રિયા સરળ રીતે અને ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લામાં ૩૬૪૬૨ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. કુલ ૩૩૫૨ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જામનગર જિલ્લામાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા ખેડૂતોને તેમના પાકના પોક્ષણક્ષમ ભાવ મળી રહે તે માટે લધુતમ ટેકાના ભાવે ઘઉંની પ્રતિ કિવન્ટલ રૂપિયા ૨૪૨૫ ના ભાવથી ખરીદી કરવામાં આવશે. જે માટે ગત તા.૧ જાન્યુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ છે. ખેડૂતો તા.૧૬ માર્ચ સુધી નોંધણી કરાવી શકશે. તા.૧૭ માર્ચથી તા.૩૧ મે દરમિયાન ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક ખેડૂત પ્રતિ હેક્ટર દીઠ ૩૨૦૦ કિલો ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરી શકશે. જામનગર જીલ્લામાં હાલ તુવેરની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે. જેમાં કુલ ૯૨૬૯ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અત્યાર સુધી ૩૯૩૨૧ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી છે.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જીલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના નાયબ જીલ્લા મેનેજર આર.એસ.તારપરા તથા લગત અધિકારીઓ હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial