Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પ્રતિષ્ઠિત પેઢીના ભાગીદારને ચેક પરતના કેસમાં ફટકારાઈ બે વર્ષની કેદ

રૂ।.પોણા ત્રણ લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરની જાણીતી મહેતા ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદારને રૂ।.પોણા ત્રણ લાખના ચેક પરતના કેસમાં અદાલતે બે વર્ષની કેદ ફટકારી છે અને ચેકની રકમ બે મહિનામાં ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો આરોપીને હુકમ કર્યાે છે.

જામનગરમાં વસવાટ કરતા અનિલભાઈ રાજપાલ નામના આસામી પાસેથી મહેતા ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર હરેન્દ્ર ચમનલાલ મહેતાએ ધંધા માટે રૂ।.૨ લાખ ૭૫ હજાર હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપવા ઉપરાંત લેટરપેડ પર લખાણ પણ કરી આપ્યું હતું.

ઉપરોક્ત ચેક જુન ૨૦૨૪માં બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા અનિલભાઈએ અદાલતમાં પેઢી તથા હરેન્દ્ર મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી હરેન્દ્ર ચમનલાલ મહેતાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા ચેકની રકમ ૬૦ દિવસમાં વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh