Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સાત મહિલા જુગારીઓ ઝડપાઈઃ ૩૬૧૫૦નો મુદમાલ કબ્જે કરી વધુ કાર્યવાહી

ગોલ્ડન સિટી વિસ્તારમાં મહિલાના ફલેટમાં દરોડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૭ મહિલા આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન સિટી ના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી ગંજીપત્તાના પાના વડે *તીન પત્તી*નો જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકના વોરંટ સાથે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ફ્લેટના હોલમાં સાત મહિલાઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતી ઝડપાઈ હતી. તપાસ દરમિયાન ફ્લેટ માલિક દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજાના કબજામાંથી જુગારની નાલની રકમ સહિત રૂ. ૮,૭૫૦ મળી આવ્યા હતા.

આ ઉપરાંત અન્ય મહિલા આરોપીઓ પાસેથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. જેમાં નસીમબેન ઇબ્રાહીમભાઈ દલ પાસેથી રૂ. ૩,૭૫૦, મધુબેન જેરામભાઈ વાછાણી પાસેથી રૂ. ૪,૮૦૦, આશાબેન યોગેશભાઈ મેવાણી પાસેથી રૂ. ૪,૭૫૦, લતાબેન હરીશભાઈ હિંદુજા પાસેથી રૂ. ૫,૪૫૦, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી રૂ. ૪,૪૫૦ તેમજ લીલાબેન ધિરેનભાઈ ઠાકર પાસેથી રૂ. ૪,૨૦૦ રોકડા મળી આવ્યા હતા.

પોલીસે તમામ મહિલાઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કુલ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh