Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીને શોધી કાઢવા સતત વોચ-તપાસ પછી
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોર્ડ ની ટીમે ક્રિકેટ સટ્ટાના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા સતત વોચ અને તપાસ કરવામાં આવી રહી હતી.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ નોંધાયેલા ક્રિકેટ સટ્ટાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ભરત માલદે અમરને જામનગર શહેર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પોતાના રહેણાંક સ્થળે હાજર હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તેને કસ્ટડીમાં લીધો હતો.
આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી માટે રાજકોટ ડીસીબી પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ આરોપીને સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પેરોલ-ફર્લો સ્કવોર્ડના ઇન્ચાર્જ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા તેમની ટીમ અને એલસીબીના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial