Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હંગામી બિનખેતી કરાયેલ
જામનગર તા. ૧૧: રીન્યુએબલ એનર્જીના પ્રોજેકટ માટે ખેડૂતો કંપનીઓને ખેતીની જમીન ભાડે આપે છે ત્યારે તે જમીનના ૭/૧૨ના પાનીયા અલગ થતા નથી. ખાસ કરીને જ્યારે કોઈ ખેડૂત પોતાની માલિકીની જમીન પવનચક્કી માટે ભાડેથી આપે છે ત્યારે ભાડે આપેલ જમીન હંગામી બિનખેતી કરવામાં આવે છે. પરંતુ તે જ સર્વે નંબરની ભાડે નહીં આપેલી ખેતી લાયક જમીનમાં ખેડૂત કોઈપણ જાતનો એટલે કે વહેંચણી, વેચાણ, વારસાઈ વિગેરે વ્યવહારો કરી શકતા નથી અને આખો સર્વેનંબર ફ્રીઝ થઈ જાય છે.
આ સમસ્યાનું સમાધાન કરવા સરકારે તા. ૨૫-૮-૨૫ના પરિપત્રથી હંગામી બિનખેતી થયેલ જમીનના પાનીયા અલગ કરવાની જોગવાઈ કરેલ છે, અને તે અંતર્ગત ૭/૧૨ના પાનીયા અલગ કરવાની સત્તા ડી.આઈ.એલ.આર.ને આપેલ છે. પરંતુ ડી.આઈ.એલ.આર. મારફત ૭/૧૨ના પાનીયા અલગ કરવા માટેની પદ્ધતિ ખૂજ જ જટીલ હોય, ૭/૧૨ના પાનીયા અલગ કરવામાં ખૂબજ મુશ્કેલી પડે છે.
જ્યારે કોઈ ખેડૂત તેની માલિકીના સર્વે નંબરની જમીન પૈકી જમીન વેચાણ કરે છે કે તેના હિસ્સા પાડી વહેચણી કરે છેે ત્યારે મામલતદાર ૭/૧૨ના પાનીયા અલગ કરી શકે છે અને ત્યારે ડી.આઈ.એલ. આર.ની માપણીની કોઈ જરૂરિયાત રહેતી નથી. તે જ પ્રકારે જો હંગામી બિનખેતી થયેલ જમીનના ૭/૧૨ના પાનીયા અલગ કરવાની સત્તા મામલતદાર કચેરી હસ્તકનું રેકર્ડ છે. અને ૭/૧૨ની નિભાવણી કરવી કે ફેરફાર કરવાનો અધિકાર અને ફરજ મામલતદારના છે.
હાલ સેટેલાઈટ પ્રમોલગેશન માપણી બાદ લગભગ દરેક ગામમાં મોટા પ્રમાણમાં ક્ષતિઓ રહી જવા પામેલ છે. ડી.આઈ.એલ. આર.ની કચેરીનો તમામ સ્ટાફ આ કામમાં વ્યસ્ત છે જેના કારણે હંગામી બિનખેતી થયેલ ૭/૧૨ના પાનીયા અલગ કરવાની સત્તા/ જોગવાઈ મામલતદારને આપવામાં આવે તો ૭/૧૨ના પાનીયા સરળતાથી અલગ થઈ શકશે. ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખી હંગામી બિનખેતી થયેલ ૭/૧૨ના પાનીયા અલગ કરવાની સત્તા મામલતદારને સોંપવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં તેમજ લેખિતમાં રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial