Advertisement
Author: નોબત સમાચાર

વાલકેશ્વરીમાંથી અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવતા ચકચાર

ઓળખ માટે પોલીસે લોકોની મદદ માંગી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર શહેરના વાલકેશ્વરી નગરી મેઇન રોડ વિસ્તારમાં ભર બપોરે એક અજાણ્યા પુરુષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ, જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે. જાહેર કરનાર હિતેશગીરી લાલગીરી ગોસાઈ (ઉ.વ. ૩૯), સામાજિક કાર્યકર, ગાંધીનગર બ્લોક નં. ઈ-૨૪, જામનગર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, કે વાલકેશ્વરી નગરી વિસ્તારમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની બીમારીના કારણે તેનું મૃત્યુ થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

અત્યાર સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી તેમજ તેના કોઈ વાલી-વારસદાર પણ મળી આવ્યા નથી. જેના કારણે પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે જાહેર અપીલ કરી છે. અને મૃતક અંગે કોઈપણ પ્રકારની માહિતી ધરાવતા વ્યક્તિઓને જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૬૯૬ ૨૯૩૫૩ અથવા તપાસ અધિકારી  પીએસઆઈ એસ.જી. કેશવાલાના મોબાઇલ નંબર ૬૩૫૩૨ ૩૮૭૯૭ તથા ૯૮૭૦૦  ૬૬૯૨૮ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh