Advertisement
Author: નોબત સમાચાર

ભોગાતની બંસી ટ્રેડર્સમાંથી દુધાળા પશુઓને નુકસાનકારક ઈન્જેક્શનનો જથ્થો ઝડપાયો

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૧: કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં આવેલી કરિયાણાની એક દુકાનમાંથી એસઓજી પોલીસે દરોડો પાડી દુધાળા પશુઓના આરોગ્યને નુકસાનકારક એવો ઈન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને દુકાન સંચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલ તા.૧૦ના એસઓજીના પોલીસ સબ ઈન્સ. ડી.એ. વાળા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. આ સમયે ખાનગીરાહે બાતમી મળી હતી કે, ભોગાત ગામની મેઈન બજારમાં આવેલી બંસી ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાન ધરાવતા ભરતભાઈ આલાભાઈ વરૂ પોતાના કબજામાં ગાય-ભેંસ જેવા દુધાળા પશુઓ થકી વધુ લાભ મેળવવા માટે અકુદરતી રીતે પશુઓને પીડા આપી દૂધ ઉત્પાદન માટે વપરાતા ગેરકાયદે ઈન્જેકશનનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આથી પોલીસ સ્ટાફે બંસી ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડયો હતો આ સમયે દુકાનમાંથી દુધાળા પશુઓ માટે પીડાકારક ગણાતા ૨૭૫ જેટલા ઈન્જેકશનનો જથ્થો મળી આવતા તેને કબજે લીધો હતો જેની કિંમત રૂ।.ર૭પ૦૦ની થવા જાય છે.

પોલીસે દુકાન સંચાલક ભરતભાઈ આલાભાઈ વરૂ સામે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh