Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયોઃ જેલ હવાલે કરાયો

બે અલગ-અલગ ફોજદારી કેસોમાં ફરાર હતોઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૧: ધ્રોલ પોલીસે કોર્ટ દ્વારા સજા ફરમાવાયેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરાયો છે.

પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સજા વોરંટના આરોપીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન ધ્રોલ પોલીસને સફળતા મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે રફીકભાઈ હબીબભાઈ સામતાણી (ઉ.વ. ૩૬) રહે. ધ્રોલને ઝડપી પાડ્યો હતો.

આરોપી સામે બે અલગ-અલગ ફોજદારી કેસોમાં કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવી હતી. એક કેસમાં ચાર માસની સાદી કેસ તથા બીજા કેસમાં એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી હતી. જો કે સજા હુકમ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી.

ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જેલ હવાલે કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh