Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બાવરીવાસ અને વુલનમિલ વિસ્તારમાં દેશી દારૂના ત્રણ અડ્ડાઃ ત્રણ મહિલા સામે ગુન્હા

દારૂ-આથો-ભઠ્ઠીના સાધનો મળી ૮૨૫૦નો મુદમાલ કબ્જેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૧: જામનગર શહેરના બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાં સીટી 'સી' ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના ત્રણ અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૮,૨૫૦થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ખુલ્લી ફાટક બાવરીવાસ વિસ્તારમાં શંકુતલાબેન દીપકભાઈ કોળીના ઝૂંપડામાં દરોડો પાડી ૧૦ લિટર દેશી દારૂ, ૯૦ લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ. ૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય એક દરોડામાં ગણપતનગર બાવરીવાસ વિસ્તારમાં સોનલબેન સુરજભાઈ સોલંકીના રહેણાંક ઝૂંપડામાંથી ૫ લિટર દેશી દારૂ, ૯૦ લિટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૩,૪૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો.

જ્યારે વુલનમિલ ફાટક નજીક બાવરીવાસ વિસ્તારમાં કલીબેન સંતોષભાઈ સોલંકીના ઝૂંપડામાંથી ૨ લીટર દેશી દારૂ, ૭૦ લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા.

ત્રણેય મહિલાઓ પોલીસ દરોડા સમયે હાજર મળી આવી ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh