Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી ૨૦ જુન સુધી
જામનગર તા. ૧૧: જામનગર (ગ્રામ્ય) તાલુકામાં તા. ૧૨ થી ૨૦ જુન જન કલ્યાણ શિબિર યોજાશે. નાગરિકોને વિકસિત ભારત ૨૦૪૭ના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે અપાશે. ફલ્લા, ચંગા ધુતારપર, અલિયા, વસઈ અને ધુંવાવમાં નિયત કરેલ તારીખે સવારે ૧૦: થી સાંજ સુધી શિબિરોનું આયોજન થશે.
સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી રાજ્યના છેવાડાના નાગરિકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે, પાત્રતા ધરાવતા તમામ પ્રજાજનોને તેનો મહત્તમ લાભ ઘરઆંગણે મળે તેમજ 'વિકસિત ભારત ૨૦૪૭' નું ધ્યેય સાકાર થાય તેવા ઉદાત્ત હેતુ સાથે જામનગર (ગ્રામ્ય) તાલુકામાં સમાવિષ્ટ ગામોના પ્રજાજનો માટે તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ તબક્કે 'જન કલ્યાણ શિબિર'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સરળતાથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાઓનો લાભ લઈ શકે તે માટે તા. ૧૨/૦૬/૨૬ના તાલુકા શાળા-ફલ્લા અને રાજીવ ગાંધી ભવન-ચંગામાં તા. ૧૫-૦૬-૨૬ના તાલુકા શાળા-ધુતારપર અને સ્મૃતિ ભવન-અલિયામાં તેમજ તા.૧૬/૦૬/૨૦૨૬ના પ્રાથમિક શાળા-વસઈ અને ગ્રીન સ્કૂલ, કન્યા શાળા-ધુંવાવ ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન આ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજિત જન કલ્યાણ શિબિરો દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૧૫ જેટલી અગત્યની અને લોકાભિમુખ યોજનાઓ હેઠળ સ્થળ પર જ અરજીઓ સ્વીકારવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના વિભાગોની મુખ્ય યોજનાઓ જેવી કે, આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એવાય.મા યોજના (નવી અરજી), પી.એમ. સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, વી.બી.જી. રામજી યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઉપયોગી એવું ફ્રી શીપ કાર્ડ, સામાજિક સુરક્ષા અંતર્ગત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ શૈક્ષણિક અને મહિલા ઉત્કર્ષ માટેની મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ સ્વીકારી સ્થળ પર જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી જામનગર (ગ્રામ્ય) તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકાના તમામ પાત્રતા ધરાવતા ગ્રામજન ભાઈ-બહેનોને પોતપોતાના નજીકના કેન્દ્ર પર નિયત તારીખ અને સમયે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી, આ શિબિરનો મહત્તમ લાભ લેવા મામલતદાર જામનગર (ગ્રામ્ય) દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial