Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુષ્ઠરોગના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે તા. ૮ જૂન, ૨૦૨૬ થી વિશેષ શોધ અભિયાન શરૂૂ કરવામાં આવી રહૃાું છે. આ અભિયાન તા. ૧૮ જૂન, ૨૦૨૬ સુધી ચાલશે.
કુષ્ઠરોગ એક ચેપી રોગ છે, જે માયકોબેક્ટેરિયમ લેપ્રે નામના જીવાણુના કારણે થાય છે. આ રોગ મુખ્યત્વે ચામડી, નસો, આંખો તથા શરીરના અન્ય અંગોને અસર કરે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી કુષ્ઠરોગ સંપૂર્ણપણે મટી શકે છે.
જામનગર શહેરમાં હાલમાં કુષ્ઠરોગના ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. અગાઉ નોંધાયેલા કેસોના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સર્વે હાથ ધરવામાં આવશે. શહેરના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોની દેખરેખ હેઠળ કુલ ૬૦ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ શંકાસ્પદ દર્દીઓની શોધ કરવામાં આવશે.
આ ટીમોમાં આશા કાર્યકર બહેનો, પુરુષ સ્વયંસેવકો, મહિલા અને પુરુષ આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તબીબી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરરોજ અંદાજે ૨૫થી ૩૦ ઘરોની મુલાકાત લઈ સર્વે કરવામાં આવશે. સર્વે દરમિયાન મળી આવતા શંકાસ્પદ દર્દીઓની વિગતો નોંધવામાં આવશે અને વધુ તપાસ માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે.
કુષ્ઠરોગના મુખ્ય લક્ષણોમાં ચામડી પર સંવેદનાશૂન્ય આછા કે સફેદ રંગના ડાઘ, નસોમાં સોજો, કાનના ભાગમાં જાડાપણું તથા અન્ય શારીરિક ફેરફારોનો સમાવેશ થાય છે. જો રોગનું સમયસર નિદાન ન થાય તો શરીરમાં કાયમી વિકૃતિઓ સર્જાઈ શકે છે.
અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોઈ વ્યક્તિને વધુ તપાસ માટે આરોગ્ય કેન્દ્ર અથવા તબીબી અધિકારી પાસે જવા સલાહ આપે તો નાગરિકોએ સંપૂર્ણ સહયોગ આપવો. જરૂૂર જણાય તો દર્દીને વધુ તપાસ માટે જી.જી. સરકારી હોસ્પિટલના ચામડી વિભાગમાં મોકલવામાં આવશે.
કુષ્ઠરોગની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. સામાન્ય રીતે સારવારનો સમયગાળો ૬ થી ૧૨ મહિનાનો હોય છે અને નિયમિત સારવારથી દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે.
જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બની આરોગ્ય કર્મચારીઓને જરૂૂરી સહયોગ આપવા અને કુષ્ઠરોગ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરીને વહેલા નિદાન તથા સારવાર માટે આગળ આવવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial