Advertisement
Author: નોબત સમાચાર

મણિપુર ફરી ભડકે બળ્યું: આગજની

૬ નાગા લોકોની હત્યા પછી સ્થિતિ બગડીઃ

                                                                                                                                                                                                      

ઈમ્ફાલ તા. ૧૧: ૬ નાગાલોકોની કુકી સમુદાયે ક્રૂર હત્યા કર્યા પછી મામલો બિચક્યો છે અને મણિપુર ફરીથી સળગ્યું છે.

મણિપુરના કાંગપોકપી જિલ્લાના લેઈલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે રાજ્યમાં ફરીથી મોટો તણાવ ઊભો થયો છે. આ મૃતદેહ ગત્ ૧૩ મે ના કોન્શાખુલથી પાછા ફરતી વખતે અપહરણ કરાયેલા છ નાગા નાગરિકોના હોવાની આશંકા છે.

વાસ્તવમાં આ આખો મામલો ૧૩ મે ના નોની અને કાંગપોકપી જિલ્લામાં ફાટી નીકળેલી હિંસા સાથે જોડાયેલો છે. તે દિવસે ત્રણ પાદરીઓ સહિત ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવ વધી ગયો અને બન્ને તરફથી કુલ ૪૪ થી ૪૮ લોકોને બંધક બનાવી લેવાયા હતાં. તેમાંથી મહિલાઓ અને બાળકો સહિતી કેટલાક લોકોને શરૂઆતમાં જ છોડી દેવાયા હતાં. ત્યારપછી સરકારે નાગા લોકોને સુરક્ષિત પાછા લાવવાનો ભરોસો આપ્યો એટલે નાગા સંગઠનોએ પણ દયા રાખીને પોતાના કબજામાં રહેલા કુકી સમુદાયના ૧૪ લોકોને મંગળવારે મુક્ત કરી દીધા હતાં, પરંતુ તેના બીજા જ દિવસે આ છ નાગા નાગરિકોના મૃતદેહ મળી આવ્યા. લિયાન્ગમાઈ નાગા કાઉન્સિલના પ્રમુખ ટિમોથીએ ભારે દુઃખ સાથે જણાવ્યું કે આ ક્રૂર હત્યાથી અમારો આખો સમુદાય આઘાતમાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh