Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના
ખંભાળિયા તા. ૧૧: રાજ્યભરમાં *સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ*ના સંકલ્પ સાથે આગામી તા. ૧૪-૦૬-૨૬ સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 'પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા અને ટોબરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અન્વયે ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ,જાહેર સ્થળો, ગ્રામપંચાયતની આસપાસ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યઓ, સરપંચ તથા સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial