Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગર પા. દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેકશનમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત

ન.પા.ના પૂર્વ કારોબારી ચેરમેન દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા પાલિકામાં ડોર-ટુ-ડોર કચરો તથા ગાર્બેજ ઉપાડવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી હોય, તેની સામે ગંભીર ફરિયદો તથા કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચારનું પણ મૂળ હોય, પાલિકાના નવા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા દ્વારા તા. ૩૧-પ-ર૦ર૬ થી કચરાનો આ ખાનગી કોન્ટ્રાક્ટ તાકીદની અસરથી બંધ કરી દેવાયો પણ પાલિકા પાસે પૂરતા સાધનો - માણસોના અભાવે પૂર્વ પાલિકાના કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા ચીફ ઓફિસર તથા પ્રમુખને યોગ્ય રસ્તો કાઢી તુરંત નિયમિત ગાર્બેજનું કલેકશન ચાલુ કરવાની માંગ કરી છે.

પાલિકાને આ ખાનગી કોન્ટ્રાક્ટ બંધ કરવાથી મહિને આઠેક લાખ રૂપિયાની બચત થનાર હોય, તે રકમમાંથી જ ભાડે ટ્રેક્ટર, રીક્ષા, નાના ટીપર વાહનો, માણસો સાથે રાખીને વાહન વોર્ડવાઈઝ ફાળવીને તથા જરૂર પડયે આઉટસોર્સીંગથી માણસો રાખીને તાકીદે ગંદકીના ઢગલાઓને નિયમિત કચરા કલેકશન શરૂ કરવા માંગ કરાઈ છે. જો કે, હાલ ચાર-પાંચ દિવસે એક વખત માંડ કચરાનું કલેકશન થઈ શકતું હોય, લોકો પરેશાન થાય છે.

નવાઈની વાત છે કે, ડોરટુડોર કચરો - ગાર્બેજ કલેકશન જ બંધ કર્યુ છે, પણ નિયમિત કચરો કાઢવાવાળા ચાલુ છે છતાં કચરાના ઢગલા ખડકાઈ ગયા છે, તે બાબતે પણ પાલિકાનું સફાઈ તંત્ર નબળું પડ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh