Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહિત બે રાશિના જાતકોને અગત્યના કામમાં વિલંબ આવે, આર્થિક તંગી રહે, વેપાર-ધંધામાં ઘરાકી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. સામાજિક-વ્યાવહારિક કામ અંગે દોડધામ રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૨
Leo (સિંહ: મ-ટ)
રાજકિય-સામાજિક કામમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૭-૯
Libra (તુલા: ર-ત)
આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. ભાઈ-ભાંડુવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. નાણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૩
Capricorn (મકર: ખ-જ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામ અંગે આપને વ્યસ્તા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬