Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી સંપન્ન
જામનગર તા. ૨૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૭ મા વન મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને તા. ૨૨-૦૮-૨૦૨૬, શનિવારના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, જામનગરમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની દીકરીઓ દ્વારા પ્રાર્થનાની પ્રસ્તુતિ સાથે કરવામાં આવી હતી. ત્યારપછી નોડલ અધિકારી અને મદદનીશ વન સંરક્ષક દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ઉપસ્થિત સર્વે અતિથિ વિશેષનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં માનવજીવન અને પર્યાવરણ સંતુલનમાં વૃક્ષો તથા જંગલોનું મહત્ત્વ સમજાવી વન મહોત્સવની ઉજવણીનો મૂળ ઉદ્દેશ્ય સાર્થક કરવા અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ શહેરમાં હરિયાળી વધારવા અને લોકો સુધી સરળતાથી રોપાઓ પહોંચાડવાના હેતુસર 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર રાકેશભાઈ ડેર, સ્ટે. કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, કમિશનર દીપેશ કેડિઆ, મદદનીશ વન સંરક્ષક રોનેન સિંઘ, ભાજપ શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, ગાર્ડન સમિતિના ચેરપર્સન નીકીતાબેન કોટક, શહેર મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે તથા ભાવેશભાઈ કાનાણી, મ્યુ. સભ્યો કૃષ્ણાબા ઝાલા, જયરાજસિંહ જાડેજા, સુભાષભાઈ જોશી, રાજેશભાઈ યાદવ, જ્યોત્સનાબેન પાંભર, હેતલબેન અમેથીયા, મિલનભાઈ સભાયા, સિટી ઇજનેર અને આસી. કમિશનર (વ) ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના પ્રમુખ કરશનભાઇ ડાંગર તેમજ પૂર્વ સભ્યો અને જામનગર મહાનગર પાલિકાના તેમજ વન વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહૃાાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial