Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં એક મહિલા સહિત ઓગણીસ પકડાયાઃ એક ફરાર

રૂપિયા પાંત્રીસેક હજારનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: ભાણવડના આંબલીયારામાં જુગારના દરોડામાં એક મહિલા સહિત ત્રણ ઝડપાયા છે. કલ્યાણપુરના રાવલમાં ચાર પત્તાપ્રેમી ઝડપાયા છે અને એક નાસી ગયો છે. કુલ પાંચ દરોડામાં એક મહિલા સહિત ઓગણીસ સામે કાર્યવાહી કરાઈ છે. રૂપિયા પાંત્રીસેક હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબલીયારા ગામમાં ગઈરાત્રે જુગાર રમતા જયેશ ભરતભાઈ લીંબડ, ધીરૂભાઈ બાબુભાઈ લુદરીયા તથા દયાબેન રામદેભાઈ લીંબડ નામના ત્રણ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૧૧,૨૪૦ રોકડા અને મોબાઈલ કબજે કર્યાે છે.

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઢેર, ઘેલુભા જીલુભા વાઢેર, રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઢેર, ભરતસિંહ રણજીતસિંહ વાઢેર, મંગળસંગ બનેસંગ વાઢેર, જગાભાઈ રામાભાઈ પંડત નામના છ શખસને પોલીસે પકડી લઈ રૂા.૨૩૧૦ કબજે કર્યા છે.

કલ્યાણપુરના રાવલમાં ગંજીપાનાથી જુગાર રમતા પોપટભાઈ સુકાભાઈ વાઘેલા, સુકાભાઈ લાખાભાઈ બારીયા, દેવાભાઈ અરજણભાઈ ગોરાણીયા નામના ત્રણને પોલીસે રૂા.૩૭૩૦ સાથે પકડી લીધા છે.

રાવલમાં બીજા દરોડામાં ભીખુભાઈ બાલુભાઈ વાઘેલા, રોહિત કાળુભાઈ કાગડીયા, ચિરાગ વીરાભાઈ બારીયા, દિનેશ માલદેભાઈ વાઘેલા નામના ચાર શખ્સ તીનપત્તી રમતા પકડાયા છે. વિજય સામતભાઈ જાદવ નાસી ગયો છે. પટમાંથી રૂા.૧૦૨૦૦ કબજે કરાયા છે.

દ્વારકામાં નરસંગ ટેકરી પાસે તીનપત્તી રમતા જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, અર્જુનસિંહ ચંદુભા પરમાર, ભીમશીભાઈ વરવાભાઈ આંબલીયા નામના ત્રણ શખ્સ રૂા.૨૦૦૫૦ સાથે પકડાઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh