Advertisement
Author: નોબત સમાચાર

હડકાયા કૂતરાએ આઠ લોકોને બચકા ભરતા ગામમાં મચી દોડધામ

ગ્રામજનોએ શ્વાનને ઢાળી દીધો

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૯: ધ્રોલના ખારવા ગામે હડકાયા શ્વાને ૮ લોકોને બચકાં ભરતા ગામમાં દોડધામ મચી છે. જામનગર જી. જી. હોસ્પિટલમાં સારવાર પછી તમામને રજા અપાઈ છે. ગ્રામજનોએ શ્વાનને ઢાળી દીધો છે. મહિલા, પુરૂષ અને બાળકો સહિત ૮ લોકોને લોહીલુહાણ કર્યા પછી ગામમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ધ્રોલ તાલુકાના ખારવા ગામે એક હડકાયા શ્વાને ભારે આતંક મચાવતાં સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા નિર્દોષ ગ્રામજનો પર હડકાયા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. શ્વાને મહિલા, પુરુષ અને બાળકો સહિત એક પછી એક એમ કુલ ૮ લોકોને બચકાં ભરીને ગંભીર રીતે લોહીલુહાણ કરી દીધા હતા.બનાવને પગલે ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ ધ્રોલ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર અને હડકવા વિરોધી રસી આપ્યા બાદ, ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામ ૮ લોકોને તાબડતોબ જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

જામનગર જી.જી. હોસ્પિટલમાં સઘન સારવાર આપ્યા બાદ તમામ દર્દીઓની તબિયતમાં સુધારો જણાતાં મોડી રાત્રે જ તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

આ આતંક બાદ વધુ કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ ન બને તે માટે સતર્ક થયેલા ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી અને મોડી રાત્રે હડકાયા શ્વાનને મારી નાખી આતંકનો અંત આણ્યો હતો, જેથી ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh