Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક પોસીત્રાના વાડી વિસ્તારમાં ત્રણ ભેંસ પર જીવંત વીજ વાયર તૂટી પડ્યો

એક ભેંસ તથા બે પાડીના વીજ આંચકાથી મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: ઓખામંડળના પોસીત્રા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે ચરતી ભેંસો નજીકમાં આવેલા તળાવમાં પાણી પીવા જતી હતી ત્યારે એક ખેતર પાસેથી પસાર થતી વેળાએ જીવંત વીજવાયર તૂટી પડતા અને એક ભેંસ તથા બે પાડી પર તે વાયર ત્રાટકતા ત્રણેય પશુના વીજ આંચકો લાગવાથી મૃત્યુ નિપજ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા પોસીત્રા ગામમાં વસવાટ કરતા સંજયભાઈ પાલાભાઈ સુવા નામના માલધારી ગઈકાલે બપોરે પોતાની ૪૦ ભેંસને ચરાવવા માટે લઈ ગયા પછી ભુટાભા જડીયાના ખેતર પાસે ભેંસ ચરાવતા હતા.

તે દરમિયાન કેટલીક ભેંસ બાજુમાં આવેલા તળાવે પાણી પીવા ગઈ હતી. ત્યારે એક ખેતરની વાડ નજીકથી પસાર થતી વેળાએ ત્રણ ભેંસ પર જીવંત વીજલાઈનનો વાયર તૂટીને પડતા આ ત્રણેય ભેંસના વીજ આંચકો લાગવાથી મૃત્યુ નિપજ્યા છે. સંજયભાઈ સુવાએ આ બનાવની પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh