Advertisement
Author: નોબત સમાચાર

પૂર હોનારતથી ભારતીય વેપારીઓને જબરો ઝટકોઃ સરહદે લાગી ૧૬ કિલોમીટર લાંબી લાઈન

ઘણાં પરિવારોનો માળો વિખેરાયોઃ ભારત-નેપાળ

                                                                                                                                                                                                      

કાઠમંડુ તા. ૨૯: ભારત-નેપાળ બોર્ડર પર ટ્રકોની ૧૬ મીટર લાંબી લાઈન લાગી છે. નેપાળ પૂર હોનારતથી ભારતીય વેપારીઓને ફટકો પડયો છે. કોમોડિટીના અબજોના કારોબાર પર અણધારી બ્રેક લાગી ગઈ છે.

નેપાળમાં આવેલા પૂર સંકટની ભારતને ડાયરેક્ટ કોઈ અસર થઈ નથી, પણ વ્યાપારની દ્રષ્ટિએ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. રસ્તો ખરાબ હોવાના કારણે ભારત-નેપાળ બોર્ડર પર મોટીં સંખ્યામાં જરૂરી સામાન લઈ જતા ટ્રકની લાંબી લાઈન લાગી છે.

ખાસ કરીને સોનૌલી બોર્ડર પર ભારત અને નેપાળના ટ્રકની લાંબી લાઈન લાગી છે. ૧૬ કિમી સુધી ટ્રકના થપ્પા લાગેલા છે.ટ્રકના પૈડાં થંભી જવાના કારણે અનેક એવી કોમોડિટીના કારોબાર પર અણધારી બ્રેક લાગી ગઈ છે.

નેપાળ અને ભારત વચ્ચે દર વર્ષે કરોડો રૂપિયાનો વ્યાપાર થાય છે. અનેક એવા ટ્રક છે જે નેપાળમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહૃાા છે અથવા તો લાઈનમાં ઊભા છે. વાહનોની વધતી જતી સંખ્યા આ વિસ્તારમાં એક ટ્રાફિકને વેગ આપી રહી છે.

વાહનવ્યહાર પણ અનેક નાના-મોટા જિલ્લામાં ઠપ્પ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. માલવાહક ટ્રક પણ વિલંબથી ચાલી રહૃાા છે. આ વિલંબ કલાકોમાં નહીં પણ દિવસોમાં હોવાનું જાણવા મળ્યું છે. નેપાળના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, રસ્તાનું નેટવર્ક ફરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. બે દેશ વચ્ચે જરૂરી સામાનને આપ લે અટકી જશે. જરૂરી સાધનોમાં પણ વિલંબ ઊભો થઈ શકે છે. નેપાળમાં પૂરને કારણે અનેક સ્થાનિકોને પણ માઠી અસર ઊભી કરી છે. સોનૌલી વિસ્તારમાં જગન્નાથપુર ગામના એક સ્થાનિક રાજકુમારે કહૃાું હતું કે, હું કાઠમંડુમાં એક પ્લાયવૂડ તથા ફર્નિચરનું કામ કરૂ છું.

પૂરના કારણે અડધા રસ્તાથી ઘરે પાછા ફરવાનો વારો આવ્યો છે.  અનેક એવા પરિવારો વિખુટા પડી ગયા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જે લોકો છે તે પણ સુરક્ષિત સ્થાન પર જવા માટે દોડી રહૃાા છે. પાડોશી જિલ્લા કુશનગરમાં અધિકારીઓ સતત મોનિટરિગ કરી રહૃાા છે.

રવાજોત અને અહિરૌલી વચ્ચે ૧૭.૫ કિમી લાંબા બંધ પર વોચ રાખવામાં આવી રહી છે. હવે આના કારણે સ્થિતિ ન બગડે એવી નેપાળના લોકો પ્રાર્થના કરી રહૃાા છે. અનાજ, જરૂરી વાહનોના પાર્ટ, ઓટોની મશિનરી, ખાણી-પીણીની વસ્તુઓ, સ્ટીલ, લોઢું, દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ આઈટ્મ, પ્લાસ્ટિક અન્ય સ્ટોરેજ માટેના સામાન જેવી કોમોડિટીનો વેપાર નેપાળ સાથે થાય છે. જેનો વાર્ષિક વકરો ૧૬૦૦ કરોડ જેટલો થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh