Advertisement
Author: નોબત સમાચાર

હોનારતથી બરબાદ થયેલા નેપાળને ફરી બેઠું કરવામાં પાંચ અબજ ડોલરની જરૂર

અબજો૫તિ અગ્રણી ઉદ્યોગપતિના અંદાજ મુજબ

                                                                                                                                                                                                      

કાઠમંડુ તા. ૨૯: પૂર હોનારતથી બરબાદ થયેલા નેપાળને ફરી બેઠું કરવા માટે રૂા. પાંચ અબજ ડોલરની જરૂર પડશે.

નેપાળમાં આવેલા મહાપૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે એમ નેપાલમાં ચૌધરી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું. આ મુદ્દે બોલતાં બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું કે 'બુધવારે આવેલા વિનાશક પૂર પછી નેપાલના પુનર્નિર્માણમાં ઓછામાં ઓછા પાંચ અબજ ડોલર (લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા)નો ખર્ચ થઈ શકે છે.

જો અંતિમ ખર્ચ આ સ્તરે પહોંચે તો મને આશ્ચર્ય થશે નહીં. ફક્ત પૈસા જ નહીં, એમાં લાગતો સમય અને મુશ્કેલ ભૂગોળ છે. આપણી સામે એક મોટો મુદ્દો છે. પાવર-સ્ટેશનોને પણ નુકસાન થયું છે. અમારું ગ્રુપ આ પ્રયાસ પર જે રકમ ખર્ચ કરશે એ ૨૦૧૫માં આવેલા ભૂકંપ બાદ કરવામાં આવેલા ખર્ચ કરતાં વધારે હશે.'

ચૌધરી ગ્રુપ ૧૨ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ફેલાયેલું છે, જેમાં ખોરાક અને ટેલિકોમથી લઈને માળખાગત સુવિધાઓ અને બેન્કિંગનો સમાવેશ થાય છે. ચૌધરી ગ્રુપ સરકાર, સ્થાનિક ભાગીદારો અને સેના સાથે કામ કરી રહૃાું છે અને આગામી બે દિવસમાં વિસ્થાપિત લોકો માટે પુનર્વસન કેન્દ્રો સ્થાપવા માટે એના સ્ટાફને એકઠો કર્યો છે. ત્યાર બાદ એ ઘરો બનાવવાનું અને અસરગ્રસ્ત વ્યવસાયો અને સ્કૂલોને ટેકો આપવાનું શરૂ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh