Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ માત્ર સવા બે ઈંચ !

દસ ઈંચથી ઓછો વરસાદ હોય તો દુષ્કાળ જાહેર કરી શકાય, તેવો નવો હવેનો નિયમ લાગુ કરો...

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૯: નવા નિયમો મુજબ ૧૦ ઈંચથી        ઓછો વરસાદ હોય તો દુષ્કાળ કહેવાય, પરંતુ વરસાદનો ધોરીમાસ વિતી જવા છતાં દ્વારકા જિલ્લામાં મોસમનો માત્ર સવા બે ઈંચ વરસાદ પડયો હોવાથી દુષ્કાળ જાહેર કરી દેવો જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો, જે ૨૦ વર્ષથી વરસાદમાં રાજ્ય ટોપ ટેન જિલ્લાઓમાં આવે છે તથા જ્યાં ૨૦૧૦માં રાજ્યમાં સૌથી વધુ ૧૧૯ ઈંચ વરસાદ ખંભાળીયામાં પડેલો. એક દિવસમાં ૨૯ ઈંચ અને છેલ્લા પાંચેક વર્ષમાં ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા તાલુકાઓમાં ૭૫ થી ૧૦૦ ઈંચ વરસાદ પડયો ત્યાં વરસાદના મુખ્ય માસ ગણાતા મે, જૂન, જુલાઈ અને ઓગષ્ટમાં મોસમનો કુલ વરસાદ માત્ર સવા બે ઈંચ સમગ્ર જિલ્લાનો સરેરાશ નોંધાયો છે. જે ચિંતાજનક સાથે કેન્દ્ર, રાજ્ય સરકારના દુષ્કાળગ્રસ્ત વિસ્તારની વ્યાખ્યામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષની સરેરાશ વરસાદની સ્થિતિ જોઈએ તો દ્વારકા જિલ્લામાં ૩૫ ઈંચ જેટલી છે તેના ૨૫ ટકા ના પડે તો અછત ગણાય. ૫૦ ટકા ના પડે તો મધ્યમ દુષ્કાળ ગણાય અને ૫૦ ટકાથી વધુ ના પડે તો તિવ્ર દુષ્કાળ ગણાય. પણ અહીં તો મોસમનો કુલ વરસાદ જ સવા બે ઈંચ પણ સમગ્ર જિલ્લાનો થયો નથી !!

તાલુકા વાઈઝ જોઈએ તો ડરામણી સ્થિતિ છે. સૌથી ઓછો દ્વારકા તાલુકામાં માત્ર પોણો ઈંચ જ વરસાદ પડયો છે !! કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ ૩૩ મી.મી., ભાણવડમાં ૭૭ મી.મી., ત્રણ ઈંચ અને ખંભાળીયામાં ૯૧ મી.મી. એટલે કે પોણા ચાર ઈંચ જ વરસાદ પડયો છે. સતત ૩/૪ અઠવાડિયા ચોમાસામાં વરસાદ ન પડે તો લાંબો ડ્રાય સ્પેલ ગણાય પણ અહીં તો દોઢ માસથી વરસાદ જ નથી !!ં

રાજ્ય સરકારના અગાઉના નિયમોની શરતો હતી કે ૧૨૫ મી.મી. એટલે કે પાંચ ઈંચ વરસાદ ન પડે તો દુષ્કાળગ્રસ્ત જાહેર થતું હતું. તે પછી સરકારે નવા નિયમો બનાવીને ૧૨૫ના ડબલ ૨૫૦ મી.મી. એટલે કે ૧૦ ઈંચ વરસાદ ના પડે તો દુષ્કાળ જાહેર કરવાનો નિયમ બનાવ્યો છે ત્યારે સમગ્ર દ્વારકા જિલ્લામાં માત્ર સવા બે ઈંચ મોસમનો કુલ વરસાદ અને તેમાંયે દ્વારકામાં પોણો ઈંચ અને કલ્યાણપુરમાં માત્ર દોઢ ઈંચ વરસાદ પડેલો છે. અને સામાન્ય રીતે ચોમાસુ મે થી ઓગષ્ટ મનાય છે. જે ઓગષ્ટ પૂર્ણ થવાનો છે ત્યારે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોની રાહ જુએ છે ? તે મોટો પ્રશ્ન છે. તો સરકારની નબળી નીતિ અને રાજયકક્ષાના નબળા નેતાઓથી હવે સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડશે. નિયમોને આધિન તો ક્રેડિટ 'આપ' અને કોંગ્રેસ લઈ જશે. લાભ આપનાર ભાજપને ડીંગો ડીંગો !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh