Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાંસચારો, સૌની યોજના, અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના લાઈટબીલ માફ કરવા સહીતના મુદ્દા આવરી લેવાયાઃ
ખંભાળિયા તા. ૨૯: દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ અંતર્ગત 'આપ' પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ખંભાળિયામાં અનિશ્ચિતકાળના ધરણાં પર બેઠા છે. તેમણે દુષ્કાળ જાહેર કરો, ઘાસચારો આપો, સૌની યોજનાનું પાણી છોડો, અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોના લાઈટ બિલ માફ કરો વગેરે માંગણી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા થી આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીની આગેવાનીમાં આજથી અચોકકસ મુદતના ધરણાં શરૂ થયા છે. તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું સૌની યોજનાનું પાણી દરેક ડેમોમાં પહોંચાડવું, ખેડૂતોના વીજબિલ માફ કરવા તથા વિનામૂલ્ય ઘાસચારો શરૂ કરવા સહિતની વિવિધ માગણીઓના મુદ્દે આંદોલન શરૂ થયું તેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા ખેડૂતો જોડાયા જ્યાં સુધી દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં થાય, માંગણીઓ સ્વીકારશો નહીં ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે તેમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, અમે અલ્ટીમેટમ આપ્યું હતું કે ૨૯ ઓગસ્ટ સુધી દુષ્કાળનું એલાન કરો, પણ એલાન કર્યું નહીં એટલા માટે આજથી અમે સત્યાગ્રહ શરૂ કર્યો છે.
ખેડૂતો માટે અમે આ સત્યાગ્રહ કરી રહૃાા છીએ, મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ આવ્યા છે. ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી, માટે અમારી માંગ કે સરકાર દુષ્કાળ જાહેર કરે, તમામ ખેડૂતોને અપીલ કે આપણા તમામના હકકની અને ભાવિની લડાઈ છે, માટે આપણે એક થઈને લડવું પડશે, હું માત્ર નિમિત્ત છું, ખેડૂતો સત્યાગ્રહ કરવા બેઠા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial