Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ લી સપ્ટેમ્બરના દિને
જામનગર તા. ૨૯: જામનગરના શિરડી સાઈબાબા મંદિર-ગાંધીનગર અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા નેત્ર નિદાન તથા હિન્દુ સાર્વજનિક સ્મશાન (ગાંધીનગર) ના સહયોગથી દંત નિદાન કેમ્પનું આયોજન તા. ૧-૯-ર૦ર૬ ના મંગળવારે સવારે ૯-૩૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન સાઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે.
મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવેશ, જ્યાં તેઓને આવવા-જવા તથા રહેવા-જમવા સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
દંત નિદાન કેમ્પમાં રાજકોટના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમના સહાયકો જાલંધર બંધ પદ્ધતિથી (દવા કે ઈન્જેક્શન વગર) દાંત કાઢી આપશે. જરૂરિયાતમંદોને ઉપરોક્ત બન્ને નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial