Advertisement
Author: નોબત સમાચાર

હલ્દ્વાનીમાં બનેલી ઘટના ભાજપ અને આરએસએસની માનસિક્તા દર્શાવે છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના અપમાન મુદ્દે પ્રહારો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૮: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના અપમાનના મુદ્દે પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધી દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે પ્રોજેક્ટર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું ભાષણ બતાવ્યું અને મોદી સરકારની ઝાટકણી કાઢી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં તેમના ભાષણ પછી મંચનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન દોષિતો પર કાર્યવાહી કરે. દલિતો પર સદીઓથી અત્યાચાર થઈ રહ્યો છે. દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે.

રાહુલે કહ્યું કે શુદ્ધિકરણ કરવું ગુનો છે, અમે તેને છોડીશું નહીં. આ અસ્પૃશ્યતા છે, આ એક ગુનો છે. જો કોઈ શુદ્ધિકરણ કરે છે તો આ એક ગુનો છે અને મારો વાયદો છે અમે તેમને છોડશું નહીં. દરરોજ હજારો દલિતો પર અત્યાચાર થાય છે. અમારી પાર્ટીના અધ્યક્ષ મંદિરે જાય છે, પરંતુ ત્યાં તેમનું શૂદ્ધિકરણ થાય છે. તેમણે પોતાનું જીવન આ દેશને આપ્યું છે. બિહારના સીએમ માંઝીજી મંદિરે જાય છે, ત્યાં પણ આવું જ થાય છે. આ ગુનો છે. ૧૦ ઓગસ્ટે મંદિરનું શુદ્ધિકરણ થયું, અને ૧૩ ઓગસ્ટે ખડગેજી કહે છે કે આ ગુનો છે. ભાજપના ઉત્તરાખંડના નેતાએ કહ્યું કે શુદ્ધિકરણ સાચું છે, તેમાં કોઈ ભૂલ નથી. ર૦ દિવસ થઈ ગયા છે. આ એસસી-એસટી એક્ટ હેઠળનો ગુનો છે, તો અમારી માગ છે કે જલદીથી જલદી જે લોકોએ આ કર્યું છે, તેમની સામે એફઆઈઆર થવી જોઈએ.

રાહુલે કહ્યું કે શાળામાં આજે પણ બાળકો પાસે કચરા-પોતા કરાવવામાં આવે છે. બાળકોને કૂવામાંથી પાણી પીવા દેવામાં આવતું નથી. ચાની દુકાન પર બે પ્રકારના કપ હોય છે. આજે પણ જાનમાં હજારો દલિતોને ઘોડા પર ચઢવા દેવામાં આવતા નથી. તેઓ ઘોડા પર હેલ્મેટ પહેરીને ચઢે છે.

ભાજપના મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ રાહુલની વાતનો જવાબ આપતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પહેલા મહિલા અનામત લાગુ કરવાનું સમર્થન કરવું જોઈએ. તેઓ ૩૩ ટકા અનામત લાગુ કરાવવા અને સંપૂર્ણ વંદે માતરમ્ના ગાયનનું સમર્થન કરીને પોતાની વાત સાબિત કરે. સ્મૃતિએ કહ્યું કે વંદે માતરમ્ના છેલ્લા ર ફકરા દેવી દુર્ગાને સમર્પિત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh