Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના બન્ને વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે મેદાને પડતા
ખંભાળિયા તા. ર૯: સમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ભીડવવા તથા સામાન્યજન ખેડૂતોમાં લોકપ્રિય થવાનો તખ્તો ખંભાળિયા દેવભૂમિ દ્વારકામાં છે.
આજથી દ્વારકા જિલ્લા તથા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવા તથા ઘાસચારો વિનામૂલ્યે આપવા, ડેમોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા તથા ખેડૂતોના વીજબીલો માફ કરવા આપ પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં સલાયા રોડ પર સરકારી કોલેજ પાસેના મેદાનથી અચોક્કસ મુદ્તના ધરણાં શરૂ કરાયા છે, તો કોંગ્રેસના જિલ્લ પ્રમુખ પાલભાઈ આંબલિયા કે જેઓ વિશિષ્ટરીતે આંદોલનો કરવા માટે જાણીતા છે. તેઓ તો આપ પાર્ટી પહેલા જ સરકારને ભીડવવા ખેડૂતો સાથે લડત કરી ચૂક્યા છે.
સરકારને અપાયેલી મુદ્ત કોંગ્રેસની આઠ દિવસની ગઈકાલે જ પૂરી થતા હવે કોંગ્રેસ આંદોલનનો બુંગીયો ફૂંકશે તો તા. ૩૦/૮ થી સૂકાભઠ્ઠ સાની ડેમમાં દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટનો નવો વિરોધ પ્રયોગ કોંગ્રેસ કરી રહી છે, ત્યારે બે મુખ્ય પાર્ટી ખંભાળિયા-દ્વારકા વિસ્તારમાંથી સરકાર સામે પડી છે.
નવાઈની વાત છે કે સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા સરકારની ગાઈડલાઈન મુજબ દુષ્કાળ તો જાહેર કરવાનો જ છે, પણ હવે આપ અને કોંગ્રેસના આંદોલનો પછી થશે જે પહેલા જાહેર કરી નિયમોનું પાલન થવાનું પ્રજાનું હિત રાખવાનં ભાજપ કરી શકત કેમ કે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ રપ ટકાથી ઓછો વરસાદ પડે ત્યાં દુષ્કાળગ્રસ્ત કહેવાય. અહીં તો છેલ્લા ૧૦ વર્ષમાં ૩૧ ઈંચ સરેરાશ વરસાદ છે તેના રપ ટકા ગણો તો સરેરાશ વરસાદ પોણાઆઠ ઈંચ ઓછો પડે તો દુષ્કાળ ગણાય, પણ અહીં તો માત્ર સવાબે ઈંચ ટોટલ મોસમનો વરસાદ જૂન-જુલાઈ-ઓગસ્ટમાં પડ્યો છે જે સરકારની યોજના મુજબ દુષ્કાળ ગણાય, પણ રાજ્ય સરકારના નેતાઓએ કંઈ કર્યું નહીં. હવે જે કરશે ફાનિપાત કરવું પડશે. તેનો જશ વિપક્ષો આપ અને કોંગ્રેસ લઈ જશે. ભાજપના ચૂંટાયેલા રાજકીય નેતાઓને 'લીંબડ જશ' ખાટવાનો મોકો પણ મળશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial