Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠકઃ
જામનગર તા. ૨૯: જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્મેટ પહેરવા અંગે વ્યાપક જનજાગૃતિ સેમિનારો યોજવા અને હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવા સૂચન કર્યું હતું. સાથોસાથ નાની વયથી જ બાળકો વાહન વ્યવહાર અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય તે માટે શાળાઓમાં સઘન પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.
માર્ગ સલામતીને વધુ સુદૃઢ કરવાના ભાગરૂપે બેઠકમાં હાપા ઓવરબ્રીજ પાસે રમ્બલ સ્ટ્રીપ મૂકવા તેમજ કનસુમરા પાટિયા સાંઢિયા પુલ પર સ્પષ્ટ રોડ માર્કિંગ અને જરૂૂરી સાઈનેજીસ લગાવવા માટે સંબંધિત વિભાગોને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જામનગર જિલ્લાના અધિકારક્ષેત્ર હેઠળ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા અને 'ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ વર્ષ-૨૦૨૫' માટે યોગ્ય નોમિનેશન મોકલવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
બેઠક દરમિયાન શાળા-કોલેજો અને જાહેર સ્થળો પર વિશિષ્ટ કાર્યક્રમો થકી માર્ગ સલામતી અંગે જનજાગૃતિ વધારવા, જિલ્લા કક્ષાએ વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા તથા જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ દ્વારા થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે અકસ્માત સમયે નાગરિકોની મદદ માટેની 'રાહવીર યોજના' અને 'પી.એમ. રાહત યોજના'ના અમલીકરણની પ્રગતિ પણ ચકાસવામાં આવી હતી.સાથે જ સ્વૈચ્છિક સંસ્થા ટ્રેક્સ એસ તથા નયારા એનર્જી દ્વારા રોડ સેફટી અંગે કરવામાં આવેલ કામગીરી તથા સૂચનો અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, આર.ટી.ઓ. રાહુલ ચૌધરી સહિત રોડ સેફ્ટી કમિટીના વિવિધ વિભાગોના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial