Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨૦ જેટલા ભારતીયો સંપર્ક વિહોણાઃ ૧૦૦ જેટલા ભારતીયો ત્રિશુલી પ્રોજેકટ સાઈટ પર ફસાયાઃ
કાઠમંડુ તા. ૨૯: નેપાળમાં જળપ્રલયથી મૃતકાંક ૬૨૫ને વટાવી ગયો છે, અને ૨૫૦૦થી વધુ લોકો હજુ ગુમ છે. અધુરામાં પૂ઼રૂ, ફરી એક મોટી આફતના સંકેત મળી રહ્યા છે.
નેપાળમાં ગ્લેશિયર ફાટતાં ભયાનક પૂર આવ્યું જેમાં ૬૨૬ લોકોના મોત થયા છે અને ૨,૫૦૦થી વધુ ગુમ છે. કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થયા છે. ૩૨૦થી વધુ ભારતીય નાગરિકો સંપર્કવિહોણા છે, જેમાં ૧૦૦ ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર ફસાયા હોવાની આશંકા છે. નેપાળી સેના રાહતકાર્યમાં જોતરાઈ છે.
પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો પણ ફસાયેલા છે.
ભારતના વિદેશ મંત્રાલયની અપડેટ મુજબ, ૩૨૦ ભારતીયો અને ભારતીય મૂળના ૧૦૦ લોકો સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમાં ૧૦૦ જેટલા ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર અટવાયેલા હોવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે તિબેટમાં આશરે ૪૦૦ ભારતીયો સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક થઈ ચૂક્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ ભયાનક આફતની શરૂઆત ઊંચા પર્વતીય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી થઈ હતી. ગ્લેશિયરનો મોટો હિસ્સો બરફ અને પથ્થરો સાથે લેંડે નદીમાં ખાબક્યો હતો. આ કુદરતી અવરોધ અચાનક તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં વિનાશક પૂરની લહેર આવી હતી.
પહેલી તબાહી બાદ હવે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળ જમા થવાને કારણે સર્જાયેલું કૃત્રિમ સરોવરે નવી ચિંતા ઉપજાવી છે. સેટેલાઇટ તસવીરો મુજબ, આ ડેમ જેવા બનેલા સરોવરમાં આશરે ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે અને આગામી દિવસોમાં વધુ પાણી ઉમેરાવાની ભીતિ છે. જો આ કુદરતી દીવાલ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર અચાનક જળપ્રલય આવી શકે છે.
પૂરના કારણે ૩૬થી વધુ પુલો વહી જતાં ૯૦ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને અનેક ગામડાઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તાઓ ફરી ચાલુ કરવા નેપાળે ભારત અને ચીન પાસે ૪૨ બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે. હાલ નેપાળી સેનાના ૨,૩૦૦થી વધુ જવાનો સહિત ૭,૪૫૧ સુરક્ષાકર્મીઓ રાહત અને બચાવ કાર્યમાં ખડેપગે તૈનાત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial