Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કલેકટર બી.એ. શાહે હકારાત્મક અભિગમ સાથે નાગરિકોના પ્રશ્નો ઉકેલ્યા

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

જામનગર તા. ૩૦ઃ કલેકટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોના પ્રશ્નો તથા રજૂ-ાતો રૂબરૂ સાંભળ્યા બાદ તેઓ હકારાત્મક તથા સત્વરે ઉકેલ લાવવા કલેકટર તથા ઉપસ્થિત અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો.

નાગરિકોએ તેમની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું દર માસના ચોથા ગુરૂવારે આયોજન કરવામાં આવે છે,  જે કાર્યક્રમ જિલ્લા બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કલેકટર સહિતના વિવિધ કચેરીઓના વડાઓએ નાગરિકોના પ્રશ્નો તથા રજુઆતો રૂબરૂ સાંભળ્યા હતાં તેમજ તેનો હકારાત્મક ઉકેલ આવે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતાં, અને કેટલાક પ્રશ્નો સ્થળ પર ઉકેલાયા હતાં.

આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનઅધિકૃત દબાણો, રોડ રસ્તાના પ્રશ્નો, ગૌચર તથા સરકારી જમીનને લગતા પ્રશ્નો, જમીન માપણીને લગતા પ્રશ્નો માલિકીના પ્લોટ, મકાન સહિતના મહેસુલને લગતા વિવિધ પ્રશ્નો વગેરે અંગે રજુઆત કરી હતી. જે પ્રશ્નો તથા તે અંગેની વિગતો સાંભળ્યા પછી લગત વિભાગોને સત્વરે તેનો ઉકેલ લાવવા કલેકટર દ્વારા ઉપસ્થિત કચેરીઓના વડાઓને સૂચન કરાયું હતું.

આ બેઠકમાં જિલ્લા અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બીએનખેર પ્રાંત અધિકારી જામનગર શહેર તથા ગ્રામ્ય, સંલગ્ન વિભાગોના અધિકારીઓ તથા કાલાવડ, લાલપુર, ધ્રોલ, જામજોધપુર, જોડિયાથી પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના વિભાગોના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતાં.

પાર્થે અરજી કરી અને મળી ગઈ સ્કોલરશીપ

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ આવે છે. નાના મોટા પ્રશ્નો માટે નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ જવાની જરૂર રહેતી નથી. જેનું તાજેતરનું જ ઉદાહરણ જામનગરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાર્થ પારધી છે. પાર્થની છેલ્લા અનેક વર્ષોથી સ્કોલરશીપની રકમ કોઈ કારણોસર જમા થઈ રહી નહોતી જેથી પાર્થે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી પોતાના પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કર્યો હતો અને તેને સફળતા મળી હતી. આ અંગે પાર્થ જણાવે છે કે, મને છેલ્લા પાંચ વર્ષથી સ્કોલરશીપની રકમ મળી ન હતી જેથી મેં સ્વાગત કાર્યક્રમમાં આ અંગેની અરજી કરી હતી. અરજી બાદ કલેકટર તથા અન્ય અધિકારીઓના માધ્યમથી હવે મારા ખાતામાં સ્કોલરશીપના પૈસા મળતા થયા છે અને મારા પ્રશ્નનું સુખદ નિરાકરણ આવેલ છે. મને મદદરૂપ થવા બદલ આ તકે હું સર્વે અધિકારીઓનો  હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh