Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજમાં બેદરકારી રાખનાર બે ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયાઃ
દ્વારકા તા. ૩૦ઃ દ્વારકા પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી ગુરૂવારે સવારે પોલીસની જીપની ચોરી થઈ ગઈ હતી. તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસે જામનગર પોલીસના સહયોગથી ચોરાઉ જીપ સાથે ગાંધીધામના એક શખ્સને જામનગરમાંથી પકડી પાડ્યો હતો. આ આરોપી સામે ચોરીનો ગુન્હો નોંધાયો છે. ગઈકાલે તેના ત્રણ દિવસના અદાલતે રિમાન્ડ મંજૂર કર્યા છે. તે દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર દ્વારકા પોલીસ મથકનાં બે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી નખાયા છે.
દ્વારકા પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી ગુરૂવારે સવારે જીજે-૧૮-જીબી ૭૨૬૯ નંબરની દ્વારકા પીઆઈની બોલેરો જીપ કોઈ શખ્સ હંકારી ગયો હતો. જેની થોડી કલાકો પછી પોલીસને જાણ થતાં શરૂ કરાયેલી તપાસમાં તે વાહન કુરંગા તથા ખંભાળિયાના ટોલનાકા પરથી પસાર થયાનું સીસીટીવી ફૂટેજમાં ફલિત થયું હતું. તેથી દ્વારકા એસઓજીએ જીપનો પીછો પકડી જામનગર એલસીબી, એસઓજીને બનાવથી વાકેફ કર્યા હતા.
ત્યારપછી તપાસમાં જોડાયેલી જામનગર પોલીસે અંબર ચોકડી પાસેથી આ વાહન પકડી પાડ્યું હતું. તેમાંથી કચ્છના ગાંધીધામમાં રહેતો મોહિત અશોકભાઈ શર્મા નામનો શખ્સ મળી આવ્યો હતો. તેને અટકમાં લઈ દ્વારકા પોલીસને જાણ કરાતા દોડી આવેલી દ્વારકા એસઓજીએ આરોપીનો કબજો સંભાળ્યો હતો. તે દરમિયાન દ્વારકાના પીઆઈ ટી.સી. પટેલે ખુદ ફરિયાદી બની સરકારી વાહનની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
આ શખ્સની વિધિવત ધરપકડ કરાયા પછી ગઈકાલે તેને રિમાન્ડની માગણી સાથે દ્વારકા કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. પોલીસ જીપને ઉઠાવવા પાછળ ક્યું પ્રયોજન છૂપાયેલું હતું? તેની પૂછપરછ હાથ ધરાઈ છે. આ શખ્સ મૂળ હરિયાણાના ચરખી દાદરી ગામનો વતની હોવાનો અને હાલમાં ગાંધીધામમાં રહેતો હોવાનું બહાર આવી રહ્યું છે. આ શખ્સના પિતા રેલવેમાં નોકરી કરતા હોવાનું અને મોહિત અગાઉ પણ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું છે.
જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં પોલીસ જીપની ચોરીના આ બનાવે ભારે હલચલ મચાવી હતી. તે દરમિયાન દ્વારકાના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે દ્વારકા પોલીસ મથકમાં ડ્રાઈવરની ફરજ બજાવતા રાજુભાઈ તથા કાળુભાઈ મોેઢવાડીયાને તાકીદની અસરથી સસ્પેન્ડ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial