Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ છોટીકાશીમાં ધાર્મિક અને સામાજિક સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રી નવતનપુરી ધામ- ખીજડા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણ પ્રણામીધર્મના આચાર્ય જગદગુરુ શ્રી ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજનો ૬૦ મો જન્મોત્સવ આગામી તા. ૧ જાન્યુઆરી, ર૦ર૪ ને સોમવારના શુભ દિને છે. આ પ્રસંગને સંસ્થા દ્વારા ભવ્ય અને ગરિમાપૂર્ણ રીતે ઉજવવામાં આવનાર છે. જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને પૂ. મહારાજશ્રીના દર્શનનો લાભ સવારે ૯ થી ૧ર-૩૦ સુધી મળી શકશે. સંતોના પ્રવચનો, સામાજિક -રાજકીય આગેવાનો, સુંદરસાથ તથા જાહેર જનતા દ્વારા પૂ. મહારાજશ્રીનું અભિવાદન તેમજ સવારે ૯ થી ૧ સુધી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. રકતદાન કેમ્પના યજ્ઞમાં સહભાગી થવા પ્રણામી સંપ્રદાયના સુંદરસાથજી તેમજ જામનગરની જનતાને સ્વામી લક્ષ્મણદેવજી મહારાજ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial