Advertisement
Author: નોબત સમાચાર

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં દેશમાં રેકોર્ડબ્રેક આઠ કરોડથી વધુ આઈ.ટી. રિટર્ન ભરાયા

આકારણી વર્ષ ર૦ર૩-ર૪ અને

નવી દિલ્હી તા. ૩૦ઃ વર્ષ ર૦રર-ર૩ ના વર્ષમાં ભરાયેલા ૮ કરોડથી વધુ રિટર્નની આકારણી વર્ષ ર૦ર૩-ર૪ માં થઈ છે. આટલા કરદાતાઓએ આઈટી રિટર્ન ભર્યા છે, જે ઈન્કમટેક્સ વિભાગનો રેકોર્ડ છે.

નાણાકીય વર્ષ ર૦રર-ર૩ અને આકારણી વર્ષ ર૦ર૩-ર૪ માટે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આ વર્ષમાં કુલ ૮ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર)પર શેર કરી હતી જેમાં વિભાગે જણાવ્યું હતું કે, આ પહેલી વાર છે જ્યારે દેશમાં એક જ આકારણી વર્ષમાં ૮ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે, આ આવકવેરા વિભાગની એક મોટી સિદ્ધિ છે. આ પ્રથમ વખત છે જ્યારે વિભાગે આ સીમાચિન્હ હાંસલ કર્યું છે.

૮ કરોડનો આંકડો પાર કરવામાં અને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરવા બદલ આવકવેરા વિભાગે દેશના તમામ કરદાતાઓ અને કરવેરા નિષ્ણાતોનો આભાર માન્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, વેરો ભરનારા લોકોની સંખ્યા ૧૦ કરોડને વટાવી ગઈ છે. નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માં કુલ ૧૦.૦૯ પાન કાર્ડધારકોએ આવકવેરો ચૂકવ્યો છે.

જો કે, આકારણી વર્ષ ર૦ર૩-ર૪ માટે ર ડિસેમબર ર૦ર૩ સુધીમાં કુલ ૭.૭૬ કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હતાં, જે હવે ૮ કરોડને વટાવી ગયા છે. આકારણી વર્ષ ર૦ર૩-ર૪ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ર૦ર૩ છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, દેશમાં કરદાતાઓની સંખ્યા ર૦૧૮-૧૯ ના મૂલ્યાંકન વર્ષમાં ૮,૪પ,ર૧, ૪૮૭ હતી, જે વર્ષ ર૦૧૯-ર૦ માં વધીને ૮,૯૮,ર૭,૪ર૦ થઈ ગઈ અને તેમાં ઘટાડો થયો. મૂલ્યાંકન વર્ષ ર૦ર૦-ર૧ માં ૮,રરર, ૮૩,૪૦૭, જે મૂલ્યાંકન વર્ષ ર૦ર૧-રર માં વધીને ૮,૭૦,૧૧,૮ર૬ અને મૂલ્યાંકન વર્ષ ર૦રર-ર૩ માં ૯,૩૭,૭૬,૮૬૯ થઈ ગયું છે, જ્યારે નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માં ૧૦.૦૯ કરોડ કરદાતાઓએ સરકારને ટેક્સ ચૂકવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh