Advertisement
Author: નોબત સમાચાર

ભારતના સુવર્ણયુગને તપતો રાખવો હોય તો વર્ષ ર૦ર૪ માં 'સાચવી' લેવું પડશેઃ અમિત શાહ

અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં સંબોધન

અમદાવાદ તા. ૩૦ઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદામાં એસજીવીપીમાં પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં સંબોધન કર્યું હતું.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આજે અમદાવાદ પહોંચ્યા છે. જેમાં એસજીવીપીમાં પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપી છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે, આ ગુરુકુળે દેશભરમાં સારા નાગરિકો આપ્યા છે. જેનાથી દેશને લાભ થયો છે. વર્ષો સુધી રામ મંદિરના મુદ્દાને લટકાવવામાં આવ્યો હતો જેમાં રર જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે. કાશી કોરિડોર પણ નવનિર્મિત થયું છે. આ શરૂઆત દેશમાં શુભ સંકેત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ સંસ્થાઓએ ગુલામી સમયમાં સનાતન ધર્મથી જોડાઈ રહેવાનું કામ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અલગ અલગ સંસ્થાઓ છે તેમજ આ સંસ્થાઓ ગુજરાતમાં ન હોત તો શિક્ષણનું કામ અધુરૃં રહેતું. આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનનું કામ રોકવાનું કામ કર્યું છે.

કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા હાલ પાંચમા ક્રમે છે. નરેન્દ્ર મોદીએ દેશની આત્માને જગાડવાનું કામ કર્યું છે. ર૦૪૬ માં જ્યારે દેશ આઝાદીના ૧૦૦ વર્ષ મનાવશે. ર૦૪૬ માં ભારત વિશ્વનો શ્રેષ્ઠ દેશ હશે. ર૦ર૪ માં નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવી દો અને ર૦ર૭ માં ભારત વિશ્વની ૩જી મોટી અર્થવ્યવસ્થા બનશે.

ગૌ સેવા અંગે વાત કરતા અમિત શાહે કહ્યું કે, ગૌ-સેવાથી ખેતી સુધીના જોડાઈ રહેવાનું કામ ગુરુકુળ કરે છે. આ ગુરુકુળે દેશભરમાં સારા નાગરિકો આપ્યા છે. જેમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. આ ઉપરાંત અમિત શાહ સાથે એસજીવીપીના બાલાસ્વામીએ કહ્યું કે, આ ભારત માટે સુવર્ણયુગ ચાલી રહ્યો છે. સુવર્ણયુગને તપતો કરવો હોય તો ર૦ર૪ માં સાચવી લેવું પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh