Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત ગામના હિતાર્થે અને લાભાર્થે
હડીયાણા તા. ૩૦ઃ જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં ગૌ ગાયત્રી યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રપ કુંડી યજ્ઞમાં ગો ગાયત્રી યાગ યજ્ઞ, ગો પૂજન, નંદી બાબા પૂજન, શ્રી નર્મદા પુરાણ પૂજન, ધેનું માનસ પૂજન ઉપરાંત શ્રી ગણેશ મંત્ર માળા હોમ, શ્રી ગાયત્રી મંત્ર માળા હોમ, શ્રી સુરભી મંત્ર માળા હોમ, શ્રી હનુમાન ચાલીસા હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયોજક મયુરભાઈ એમ. રાવલ, (માણાવદર) હતાં.
આ યજ્ઞનો હેતુ સમસ્ત ગામના હિતાર્થે અને ગામના લાભાર્થે માટેનો હતો. આ સુરભી યજ્ઞમાં હડીયાણા કન્યા શાળાની ૮૫ વિદ્યાર્થિનીએ આહુતિ અર્પણ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો તથા વાલીઓ જોડાયા હતાં. યજ્ઞની પૂર્ણાહુતિ પછી શ્રી ખંભલાવ ગરબી યુવક મંડળ હડિયાણા તથા શાળાના શિક્ષક ભીમાણી ભારતીબેન દ્વારા બાળકોને સ્વરૂચી ભોજન કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial