Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ઉપ-મહામંત્રી સહિતના હોદ્દેદારો નિમાયા
જામનગર તા. ૩૦ઃ તાજેતરમાં જામનગરમાં રક્ષા મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતના એકમાત્ર માજી સૈનિકોના સંગઠન અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત રાજ્યની રર મી વાર્ષિક પ્રતિનિધિ સભાનું આયોજન હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના સહયોગથી જામનગરના સૈનિક ભવનમાં કરવામાં આવ્યું હતું.
આ સભામાં ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી માજી સૈનિક મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં, અને ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા આગલા ત્રણ વર્ષ માટે અખિલ ભારતીય પૂર્વ સૈનિક પરિષદના ગુજરાત રાજ્યના અધ્યક્ષપદે લે. કર્નલ અમૃતલાલ મકવાણા, મહામંત્રીપદ્દે સાર્જન્ટ અશોકભાઈ ચાવડા, વરિષ્ઠ ઉપાધ્યક્ષપદ્દે હવાલદાર ભરતસિંહ જાડેજા, ઉપમહામંત્રી પદ્દે નાયબ સુબેદાર હરદેવસિંહ જાડેજાની નિમણૂક કરાઈ હતી.
આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓના પ્રમુખો અને હોદ્દેદારોને ઉપપ્રમુખ, સંગઠન મંત્રી જેવા મહત્ત્વના પદ્દો પર નિયુક્તિ કરવામાં આવેલ હતી.
આ સભામાં પરિષદની માતૃશક્તિ શાખાના અધ્યક્ષ પદે મેજર વિભાસિંહ (આચાર્ય સૈનિક સ્કૂલ ચાપરડા-જૂનાગઢ) ની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે જામનગરમાં કરોડોનું ડ્રગ પકડનાર નેવી ઈન્ટેલિજન્સના અધિકારી હનિશ સિંગ કારકી, પેટ્ટી ઓફિસર સહદેવસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ જાડેજાનું શાલ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ જામનગર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના તમામ હોદ્દેદારો અને સભ્ય મિત્રોએ ભારે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial