Advertisement
Author: નોબત સમાચાર

ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સરના દર્દીઓ માટે તૈયાર કરી પ્રિવેલ સિરપઃ જવલંત સિદ્ધિ

બાળકોમાં કેન્સરની સારવાર માટે ઉપયોગી સિદ્ધ થશે

નવી દિલ્હી તા. ૩૦ઃ ભારતમાં કેન્સરની પહેલી સીરપ તૈયાર થઈ છે, જે કીમોથેરાપીની પીડાથી મુક્તિ અપાવી શકે છે. આ સીરપ પ્રિવેલને દવા નિયામક સીડીએસસીઓ દ્વારા માન્યતા મળી છે. આથી લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરાપીથી મુક્તિ મળી શકે છે.

ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રિવેલ રખાયું છે, જો કે આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરાપીથી મુક્તિ મળી શકશે કે કેમ એ એક મોટો સવાલ છે. તે છતાં આ જવલત સિદ્ધિ ગણાય છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સરએ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. કીમોથેરાપીમાં વપરાતી આ દવા (૬- મર્કેપ્ટોપ્ચૂરિન કે પછી ૬-એમપી) નું નામ પ્રિવેલ રખાયું છે. એસીટીઆરભસીના ડોક્ટરોએ બેંગ્લુરૂની આઈડીઆરએસ લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી.

બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરકારક વિકલ્પ બની શકે છે.

મર્કેપ્ટોયૂરિનનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. આ એન્ટીમેટાબોલાઈટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચાઈલ્ડ મેડિકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડો. ગિરીશ ચિન્નાસ્વામીએ કહ્યું કે, પ્રિવેલનું લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે જે બાળકો માટે વધુ અનુકૂળ રહેશે. હાલમાં બાળકોને ટેબલેટ આપવામાં આવતી હતી. પ્રિવેલને દવા નિયામક સીડીએસસીઓ દ્વારા માન્યતા મળી ગઈ છે.

કેન્સરમાં કીમોથેરાપી ફરજિયાત રીતે આપવામાં આવતી એક સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરાય છે. કોમોથેરાપીમાં સામાન્ય રીતે રેડિયોથેરાપી, સર્જરીથી ટ્યુમરને હટાવવા, લક્ષિત દવાઓ વગેરે સામેલ છે. કીમો મોટાભાગે ઈન્ટ્રાવેનસ (નસના માધ્યમથી લોહીમાં) ઈન્જેક્શન તરીકે અને ક્યારેક ક્યારેક મોં વાટે લેવાતી દવાઓ તરીકે અપાય છે.

કેન્સરની સારવાર માટે પહેલીવાર ૧૯૪૦ માં કીમોથેરાપી અપાઈ હતી. હવે નવી સીરપ મળી જતા લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરાપીથી મુક્તિ મળી શકે છે. એટલે કે હવે તેમાં પીડા કે અસહજતાની સ્થિતિ પેદા નહીં થાય. હજુ તેની કિંમત વિશે ખુલાસો નથી કરાયો, પણ અપેક્ષા મુજબ તેની કિંમત ઓછી હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh