Advertisement
Author: નોબત સમાચાર

ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં ગ્રે લેગ ગૃઝ (બતક) નું મોટી સંખ્યામાં આગમન

આશ્ચર્યજનક આગમન અંગે જામસાહેબનું સૂચનઃ

જામનગર તા. ૩૦ઃ જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં આ વરસે શિયાળાની ઋતુમાં ગ્રે  લેટ ગૃઝ પક્ષીનું ખૂબ મોટી સંખ્યામાં આગમન થયું છે.

સામાન્યરીતે આ ખાસ પ્રજાતિના પક્ષી સ્થળાંતર કરવા માટે જાણીતી નથી. તેમ છતાં મોટી સંખ્યામાં આ પક્ષીઓએ ક્યાંકથી સ્થળાંતર કરી ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં આવીને આશ્રય લીધો છે.

આ પક્ષીઓના આશ્વર્યજનક સ્થળાંતર અને આગમન અંગે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે આ પક્ષીઓના કુદરતી નિવાસમાં કોઈ કૃત્રિમ વિક્ષેપ સર્જાયો હોય અથવા પોતાના મુખ્ય ખોરાકની શોધમાં આગમન થયું હોવાની શક્યતા છે. આ ઘટનાનું સંબંધિત વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh