જાણો, તા. ૧૪ એપ્રિલ, મંગળવાર અને ચૈત્ર વદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૦ - સુર્યાસ્ત : ૭-૦૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૧૨ :

તા. ૧૪-૦૪-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,

મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ શતતારા,

યોગઃ શુકલ, કરણઃ કૌલવ

 

તા. ૧૪ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધાકિય દૃષ્ટિએ સારૃં રહે. આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા  મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી  રહે. સિઝનલ ધંંધામાં લાભ-ફાયદો જણાય. ઘર-પરિવારના કામ અંગે વ્યસ્તતા-દોડધામ  જણાય. વિદ્યાર્થીવર્ગની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરવી.

બાળકની રાશિઃ કુંભ

જાણો, તા. ૧૪ એપ્રિલ, મંગળવાર અને ચૈત્ર વદ બારસનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને રૂકાવટ-વિંલંબમાં પડેલા ઉકેલ આવતો જાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં  ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દેશ-પરદેશના,આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો  સાથ મળી રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યાવહારિક  કામમાં દોડધામ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય.  પરદેશના કામ થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે રાજકિય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. નાણાકિય સ્થિતિ  સરભર બની રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૫

 

Libra (તુલા: ર-ત)

આપના ગણતરી-ધારણા પ્રમાણેના કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વની  વ્યક્તિ સાથે મુલાકાત થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય.  ધંધામાં આવક થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં  ભાઈ-ભાંડુનો સાથ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાળવ કરવી નહીં.  વાહન ધીમે ચલાવવું.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના રૂકાવટ-વિંલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના  પ્રશ્ને ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૨

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં માલનો  ભરાવો કરવો નહીં.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૫

જાણો ૧૩ એપ્રિલ થી ૧૯ એપ્રિલ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં અગત્યના કામમાં સાવધાની રાખવી, સ્વાસ્થ્ય સંભાળવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સવાધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન અગત્યના/મહત્ત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી. અનુભવી કે વડીલ વર્ગની સલાહ આવશ્યક બની રહે. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત અનુભવાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજમાં વધારો થતો જોવા મળે. તા. ૧૩ થી ૧૬ સંભાળવું. તા. ૧૭ થી ૧૯ સ્વાસ્થ્ય સાચવવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ મહત્ત્વની કામગીરીમાં સહભાગી થઈ શકો છો, જેના કારણે આપની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળે. આપના કાર્ય ક્ષેત્રે આપ વ્યસ્ત રહેતા જણાવ. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. નોકરી-ધંધા-વ્યવસાયમાં ઉન્નતિ-પ્રગતિની તકો પ્રાપ્ત થતી જણાય. સંતાનના અભ્યાસ કે આરોગ્ય બાબતે ચિંતા રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૩ થી ૧૬ વ્યસ્તતા. તા. ૧૭ થી ૧૯ ખર્ચાળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે. આહાર-વિહાર, ખાન-પાન બાબતે બેદરકારી ન રાખવી. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. યાત્રા-પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી. તા. ૧૩ થી ૧૬ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૭ થી ૧૯ માન-સન્માન.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડના, ભોગવિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય, જો કે વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી  પડે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્ત રહો. તા. ૧૩ થી ૧૬ લાભદાયી. તા. ૧૭ થી ૧૯ સુખમય.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપહના દિવસો દરમિયાન આપ પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદદાયી સમય પસાર કરી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળતો જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. મિત્રોનો સાથ મળી રહે. તા. ૧૩ થી ૧૬ નાણાભીડ. તા. ૧૭ થી ૧૯ સાનુકૂળ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે માન-સન્માન અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક જાહેરજીવન ક્ષેત્રે આપને માન-સન્માનમાં વૃદ્ધિ થતી જોવા મળે. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પસાર થાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બનતી જણાય. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૩ થી ૧૬ સ્વાસ્થ્ય સંભાળવું. તા. ૧૭ થી ૧૯ માન-સન્માન.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલુ આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. યાત્રા-પ્રવાસ મજાની સાથે સાથે ખર્ચાળ સાબિત થાય. તા. ૧૩ થી ૧૬ સુખમય. તા. ૧૭ થી ૧૯ પ્રવાસ-મુસાફરી.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે વ્યસ્તા વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓ આપના શિરે આવતી જણાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગેે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. તા. ૧૩ થી ૧૬ વ્યસ્તતા રહે. તા. ૧૭ થી ૧૯ માન-સન્માન મળે.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નવી પ્રવૃત્તિ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાઓનું અમલિકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહ. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ ગણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે છે. તા. ૧૩ થી ૧૬ નવીન કાર્ય થાય. તા. ૧૭ થી ૧૯ મિશ્ર.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચને કારણે આપનું માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યમાં સુધાર આવતો જણાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. ૧૩ થી ૧૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૭ થી ૧૯ નાણાભીડ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છ. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવ ામાટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. તા. ૧૩ થી ૧૬ લાભદાયી. તા. ૧૭ થી ૧૯ મધ્યમ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે  ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં અટવાયેલા કાર્યો પૂૃણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થજીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવતા જણાય. તા. ૧૩ થી ૧૬ આનંદદાયી. તા. ૧૭ થી ૧૯ મિશ્ર.

જાણો, તા. ૧૩ એપ્રિલ, સોમવાર અને ચૈત્ર વદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૦ - સુર્યાસ્ત : ૭-૦૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૧૧ :

તા. ૧૩-૦૪-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ ઘનિષ્ઠા,

યોગઃ શુભ, કરણઃ બવ

 

તા. ૧૩ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે વર્ષ ઠીકઠાક રહે. આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓને લીધે જાવક ઘટતી જણાય. બચત કરવી મુશ્કેલ જણાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં આપે આવશે-ઉશ્કેરાહટ-ઉતાવળમાં આવી જઈને નિર્ણય લેવા નહીં. ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.

બાળકની રાશિઃ કુંભ

જાણો, તા. ૧૩ એપ્રિલ, સોમવાર અને ચૈત્ર વદ અગિયારસનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી રહ્યા કરે. આરોગ્યની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામકાજમાં મન લાગે નહીં.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૬

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૨

 

Libra (તુલા: ર-ત)

આપે કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૮-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૯-૫

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮

જાણો, તા. ૧ર એપ્રિલ, રવિવાર અને ચૈત્ર વદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૧ - સુર્યાસ્ત : ૭-૦૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૧૦ :

તા. ૧૨-૦૪-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ શ્રવણ,

યોગઃ સાધ્ય, કરણઃ વણિજ

 

તા. ૧૨ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે ધ્યાન રાખવું પડે. આપ મહેનત કરો પરંતુ મહેનતના  પ્રમાણમાં આપને સફળતા મળી નહીં. આપની પ્રગતિમાં રૂકાવટ રહ્યા કરે. આરોગ્ય બાબતે  સંભાળવું પડે. નાની-મોટી ઋતુગત બીમારીથી આપને પરેશાની રહ્યા કરે. કુટુંબ-પરિવારના  સભ્યોનો સાથ-સહકાર મળી રહેતા રાહત અનુભવાય. ધર્મકાર્ય થાય.

બાળકની રાશિઃ મકર ૨૭:૪૪ સુધી પછી કુંભ

જાણો, તા. ૧ર એપ્રિલ, રવિવાર અને ચૈત્ર વદ દશમનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પ્રસન્નતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સિઝનલ ધંંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજથી  સંભાળવું.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય  તો લઈ શકાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા  જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯

 

Cancer (કર્ક: ડ-હ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને રાહત રહે. નોકર-ચાકરવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૭

 

Leo (સિંહ: મ-ટ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  જમીન-મકાન-વાહનના કામ થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  સંતાનના કામ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં  ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વની વ્યક્તિ  સાથે મુલાકાથ થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ  આવતા રાહત રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૭

 

Capricorn (મકર: ખ-જ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ આપને જણાય. પરદેશના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૩

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. નોકર-ચાકરવર્ગની  તકલીફના લીધે ઉચાટ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે  ઉકેલ આવતો જાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૪

જાણો ૦૬ એપ્રિલ થી ૧ર એપ્રિલ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

તુલા સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક સ્થિતિ સુધરે, વ્યાપાર-ધંધામાં સમય લાભદાયી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહો આપના પક્ષમાં રહેતા જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-દોડધામ-શ્રમ રહે. તા. ૬ થી ૯ તણાવ રહે. તા. ૧૦ થી ૧ર સારી.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ખર્ચ-વ્યયના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહેે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો-માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૬ થી ૯ ખર્ચાળ. તા. ૧૦ થી ૧ર સાનુકૂળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થજીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ જોવા મળે. તા. ૬ થી ૯ શુભ. તા. ૧૦ થી ૧ર વિવાદ ટાળવા.

 

Cancer (કર્ક: ડ-હ)

તમામ માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે સક્રિય બનતા જણાવ. વડીલ વર્ગના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ૬ થી ૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૦ થી ૧ર પારિવારિક કાર્ય થાય.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. તા. ૬ થી ૯ લાભદાયી. તા. ૧૦ થી ૧ર મિશ્ર.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય ઉપર નિર્ભર રહેવું પડે. વ્યવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકાતા થોડાઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. જાહેર જીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. આબરૂ-કીર્તિમાં વધારો થાય. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી-મતભેદ થઈ શકે છે. બગડેલું સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવી શકશો. તા. ૬ થી ૯ નાણાભીડ. તા. ૧૦ થી ૧ર પ્રવાસ.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે નાણાભીડ દૂર કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થતી જોવા મળે. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ બની રહે. સ્વાસ્થ્ય એકંદર સારૂ રહેવા પામે. તા. ૬ થી ૯ લાભદાયી. તા. ૧૦ થી ૧ર ધર્મકાર્ય થાય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ પ્રતિષ્ઠિત-વગદાર વ્યક્તિ સાથેે મિલન-મુલકાત થાય જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણયો લેવા. વિદ્યાર્થી વર્ગ માટે સમય શુભ ફળદાયી બની રહે. ભાઈ-ભાંડુ, કુટુંબીજનો સાથે પિતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. તા. ૬ થી ૯ મિશ્ર. તા. ૧૦ થી ૧ર મિલન-મુલાકાત.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી, સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ સંભાળવી પડે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા. ૬ થી ૯ માન-સન્માન મળે. તા. ૧૦ થી ૧ર પ્રવાસ-પર્યટન.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ લાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહ દરમિયાન અવરોધોને પાર કરવા સક્ષમ બનશો. ગ્રહ-ગોચર પણ મહદ્અંશે આપના પક્ષમાં હોય, પરિશ્રમની સાથે ભાગ્યનો પણ સુમેળ જોવા મળે. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી તથા સાહસ થઈ શકે. નાણાકીય ક્ષેત્રે સંતોષકારક વૃદ્ધિ જોવા મળે, જ્યારે આરોગ્ય બાબતે થોડી ચિંતાભરી, પેટ સંબંધીત રોગોના ભોગ બનવું પડી શકે છે. પ્રવાસ-મુસાફરી અંગે રૂકાવટો દૂર થાય. તા. ૬ થી ૯ સફળતા. તા. ૧૦ થી ૧ર આરોગ્ય સાચવવું.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે તડકા-છાંય જેવી મિશ્ર પરિસ્થિતિ દર્શાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસો દરમિયાન ઘર-પરિવાર બાબતે દોડધામ રહે. જવાબદારીઓ વધતી જણાય. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો, જ્યારે સુખ-સગવડની પાછળ નાણાકીય ખર્ચ પણ થતો જણાય. આવક કરતા જાવકનું પ્રમાણ વધારે જોવા મળે. સામાજિક-જાહેરજીવન સાથે સંકળાયેલ જાતકોએ હિતશત્રુથી સાવધાન રહેવું. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સાથ-સહકાર મળે. તા. ૬ થી ૮ ખર્ચાળ. તા. ૯ થી ૧ર વ્યસ્તતા રહે.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિઓ ઘણી વખત વિપરિત જોવા મળે. ધાર્યા કામમાં વિલંબ કે અવરોધ આવી શકે. ક્રોધ-આવેશને તમારા ઉપર હાવી ન થવા દેવું. ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સામાન્યથી સારી રહે, છતાં ધાર્યા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ક્રમશઃ તેમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. પ્રવાસ યાદગાર તથા ખર્ચાળ રહે. તા. ૬ થી ૯ વાદ-વિવાદ ટાળવો. તા. ૧૦ થી ૧ર સ્વાસ્થ્ય સુધરે.

close
Ank Bandh