Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશાની હાલતમાં બે શખ્સ ઝડપાયાઃ
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેર તથા જિલ્લામાં દેશી દારૂની ધમધમી રહેલી ભઠ્ઠીઓ પર ગઈકાલે પોલીસે સંખ્યાબંધ દરોડા પાડ્યા હતા. ત્યાંથી દેશી દારૂ, આથો કબજે કરાયા હતા. બે શખ્સ નશાની હાલતમાં ઝૂમતા મળી આવ્યા હતા.
જામનગર શહેર તેમજ જિલ્લામાં નશાખોરો પર તૂટી પડવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આપેલી સુચના પગલે ગઈકાલે જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે આવેલા બાવરીવાસ સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
બાવરીવાસમાં વર્ષાબેન અમરત કોળી, માલાબેન પ્રકાશભાઈ વઢીયાર, જયોતિબેન રામકલ્યાણ, રાણીબેન જબ્બારના ઝૂંપડાઓમાંથી દેશી દારૂ, આથો વગેરે કબજે કરાયા હતા. જ્યારે રણજીતસાગર રોડ પર મારવાડીવાસમાં ડાહીબેન ધાનાભાઈ, નિલકમલ સોસાયટીમાં સરદારીબેન સેવારામ, કલાવંતી જેસીંગભાઈ, અંબર ચોકડી પાસે બાવરીવાસમાંથી હમીદાબેન આમદભાઈ, સિદ્ધાર્થનગરમાં મનુ મોહનભાઈ ચૌહાણ, વેગડા ચીન્નાસ્વામી મદ્રાસીના કબજામાંથી પણ દેશી દારૂ તથા આથો કબજે કરાયા છે.
તે ઉપરાંત જોગવડમાં મેઘપર પોલીસે દેશી દારૂ, આથો પકડવા પાંચ દરોડા પાડ્યા હતા. ધ્રોલના દેવીપૂજકવાસ, ગાયત્રીનગરમાં ત્રણ દરોડા પાડવામાં આવ્યા હતા. બેડીની સોઢા ફળીમાં ઝરીનાબેન કરીમ કકલ, નાગેશ્વર કોલોનીમાં કાંતિભાઈ સાર્દુરભાઈ ઢાપા, દીવેલીયા ચાલીમાંથી હવાબેન આમદ સંઘાર, ધરારનગર-૧માંથી હનીફા ઓસમાણને ત્યાં દેશી દારૂ પકડવા પોલીસ ત્રાટકી હતી. કાના છીકારીમાંથી પાલીબેન સોમસુર નામના મહિલા દેશી દારૂ સાથે ઝડપાયા હતા.
મારૂ કંસારા હોલ પાસેથી કુંવરબેન રામભાઈ, કાલાવડના નિકાવામાં લતાબેન ભરતભાઈ, ડબાસંગમાંથી હરદેવ હંસરાજ હાજાણી અને સિક્કાની ગોકુલપુરીમાંથી અંજુમબેન સીદીક ગંઢાર દેશી દારૂ સાથે પકડાયા હતા. જોડિયામાંથી હુસેન ઉર્ફે હનીફ જાંબુ અભરામ રાધા નામનો શખ્સ અને રણજીતસાગર રોડ પરથી જીજ્ઞેશ જશવંતલાલ ડગલી નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial