Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ જોવાની લાલસામાં નીકળી ગયાનું નિવેદનઃ
જામનગર તા. ૨૮: જામનગરમાંથી ગયા રવિવારે ગુમ થયેલી મામા-ફઈની બે બહેનોની તેમના પરિવાર અને પોલીસ દ્વારા શોધ કરાતી હતી. તે દરમિયાન મુંબઈ જવા માટે પોતાના ઘરેથી નીકળી ગયેલી આ સગીરાઓ ગઈકાલે પોતાના ઘરે પરત ફરતા હાશકારો અનુભવાયો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની સોળ વર્ષની પુત્રી અને તેની સોળ વર્ષની જ પિતરાઈ બહેન ગયા રવિવારે ગુમ થઈ જતા તેઓના પરિવારે શોધખોળ કર્યા પછી પોલીસને જાણ કરી હતી. તે દરમિયાન આ બંને તરૂણી પોતાના ઘરે પરત ફરી છે.
ગુમ થયેલી મામા-ફઈની બહેનો ઘેર આવી જતા પોલીસની તેની જાણ કરાતા પોલીસે બંને સગીરાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મુંબઈ જોવા માટે જવાનું નક્કી કરી બંને સગીરા બસમાં રાજકોટ પહોંચ્યા પછી ટ્રેનમાં મુંબઈ જવા નીકળી ગઈ હતી. સોમવારે મુંબઈ પહોંચ્યા પછી બંને બહેનો રાજકોટ સુધી ટ્રેનમાં પરત આવી ગઈકાલે જામનગર પોતાના ઘેર પહોંચી હતી. ગુમ થયેલી બંને સગીરા પરત ફરતા તેઓના પરિવારે હાશકારો અનુભવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial