Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના પદાધિકારીઓએ સરકારી વાહનો 'વિવેકપૂર્વક' ઉપયોગ કરવાની કરી જાહેરાત

મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: દેશમાં ડીઝલની અછતની સ્થિતિ જોવા મળી રહી છે, તો બીજી તરફ નેતાઓ ડીઝલના ઓછા ઉપયોગની સલાહ આપી રહ્યા છે, ત્યારે જામનગરના નવા મેયર-સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને પણ વાહનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જાહેરાત કરી છે, જો કે વિવેકપૂર્વક ઉપયોગ એટલે કેટલો? તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

દેશના પ્રધાનમંત્રીએ પણ ડીઝલનો કરકસરથી ઉપયોગ કરવા સૂચન કર્યું છે, ત્યારે રાજ્યના અમુક અધિકારી-પદાધિકારીઓ પણ સરકારી વાહનનો ઉપયોગ ઓછો કરવાની શરૂઆત કરી છે.

જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારી મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધિરેન મોનાણી, નેતા અમર મોદીએ પણ સરકારી વાહનના કરકસર યુક્ત ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. ચેરમેન ધિરેન મોનાણીએ તો કહ્યું હતું કે, તે પોતાના સ્કુટર મારફતે જ તેઓ ઘરેથી-ઓફિસ સુધી આવન-જાવન કરશે. હાલ તો તમામ પદાધિકારીઓએ આવકારદાયક જાહેરાત કરી છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે તેનો અમલ કેટલા દિવસ સુધી થાય છે?

કારણ કે હમણાં તમામ પદાધિકારીઓ ગાંધીનગરમાં હાજરી આપવા જશે, ત્યારે એક જ વાહનમાં જશે કે અલગ-અલગ વાહનમાં તે જોવાનું રહે છે.

આ ઉપરાંત હવે સન્માન સમારોહ શરૂ થશે જેમાં દરેક પદાધિકારીઓ મોડી રાત સુધી સરકારી વાહનમાં આવન-જાવન કરતા હોય છે. હવે આ નવા પદાધિકારીઓ સરકારી વાહનને કેટલા રાત ઉજાગરા કરાવે છે એ તો આવનારો સમય જ કહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh