Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા દિવસો પહેલાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૨૭: જામનગરના દિગ્જામ સર્કલ પાસે પોલીસની ૧૧૨ નંબરની વાનમાં હાજર પોલીસકર્મીઓને એક શખ્સ ધારીયુ દેખાડતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ વાનના ચાર કર્મચારીને એસપીએ સસ્પેન્ડ કર્યા છે.
જામનગરના દિગ્જામ સર્કલ ૫ાસે થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે એક શખ્સે જાહેરમાં ધારીયા સાથે દોટ મૂકી હતી. તે વેળાએ ૧૧૨ નંબરની જનરક્ષક પોલીસની ગાડી ધસી આવી હતી અને આ શખ્સે તેમાં રહેલા પોલીસ કર્મચારીઓને ધારીયુ દેખાડ્યું હતું. તેવો વીડિયો વાયરલ થયો હતો.
આ બાબતે પોલીસે ચાંપતા પગલાં લઈ આ શખ્સ તથા તેના સાગરિત સામે ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ત્યારપછી એસપી ડો. રવિમોહન સૈનીએ આ પોલીસ વાનમાં રહેલા પોલીસ કર્મચારી વિજય હરવદીયા, કિશોર ચુડાસમા, રઈશ બાબા મલેક, શાકીરાબેન નોઈડાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial