Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલના નાયબ ઈજનેરને રજૂઆતઃ
ખંભાળીયા તા. ૨૮: ખંભાળીયા પાલિકા વોર્ડ નં. ૧ ના સદસ્યા દક્ષાબેન વારીયાએ ખંભાળીયા પીજીવીસીએલના નાયબ ઈજનેરને રજૂઆત કરીને લોખંડના વીજ ગર્ડર-પોલ પર સુરક્ષાત્મક પીવીસી પાઈપો નાખવા રજૂઆત કરી છે. તેમણે જણાવેલ કે વોર્ડ ૧ ના અનેક વિસ્તારોમાં વીજ લાઈનો માટે લોખંડના ગર્ડર-પોલ લગાડેલા છે જ્યાં ચોમાસા દરમ્યાન પાણી, તેજ પૂર કે વીજ ફોલ્ટ લીકેજ, વાયર તૂટવા કે વાયર થાંભલાને જીવંત અડવાની સ્થિતિમાં લોખંડના પોલમાં કરંટ ઉતરવાની શક્યાતા છે. આવી સ્થિતિમાં ખાસ કરીને ચોમાસાના સમયમાં નાના બાળકો તથા થાંભલા સાથે ઘસાઈને નીકળતા પશુઓને વીજ કરંટ લાગવા કે જાન હાનિ થવાની સ્થિતિ છે. તમામ લોખંડના ગર્ડર પોલ પર જમીનથી ૬/૭ ફૂટ સુધી પીવીસી પાઈપ કે કવર લગાડવામાં આવે તો અકસ્માતની શક્યતા ઘટે તેમ હોય, તાકીદે કરવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial