Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી

ભેજનું પ્રમાણ ૬૭ ટકાઃ ગરમી-બફારો યથાવત્:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નહીવત્ ઘટીને મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી અને ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો.

જામનગરમાં હાલ આકરો તાપ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ ટકા ઘટીને ૬૭ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન તેમજ ભેજનું પ્રમાણ વધુ રહતા ગઈકાલે બપોરે પણ આકરો તાપ અને બફારો યથાવત્ રહ્યો હતો. પંખા તથા એસીથી દૂર થોડીવાર કામ કરતાની સાથે પ્રજાજનો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. લોકોને ભાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ઉકળાટમાંથી રાહત મળ તે માટે નગરજનોએ પંખા, એસી, એરકુલર, ઋતુગત ફળો તથા ઠંડા-પીણાનો સહારો લીધો હતો.

નગરમાં ગુરુવારે સવાર પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના કારણે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh