Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરામાં બીજેપીએ નિમ્યા નવા પ્રદેશ ભાજપ પ્રમુખો

આ ફેરફાર માટે અલગ-અલગ કારણો હોઈ શકે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૮: ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી સહિત દેશના ચાર મહત્ત્વના રાજ્યોમાં નવા પ્રદશે પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને પૂર્વત્તર રાજ્ય ત્રિપુરામાં પાર્ટી એકમને હવે નવા નેતૃત્વની કમાન સોંપવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપે મોટો દાવ ખેલતા હર્ષ મલ્હોત્રાને નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા છે. હર્ષ મલ્હોત્રા હાલમાં પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં પણ મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવે છે. હર્ષ મલ્હોત્રા હવે વીરેન્દ્ર સચદેવાની જગ્યાએ દિલ્હી ભાજપનું સુકાન સંભાળશે.

પંજાબ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કેવલ સિંહ ઢિલ્લોનની વરણી કરવામાં આવી છે. તેઓ બરનાલા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે વર્ષ ર૦રર માં સંગરૂર લોકસભાની પેટા ચૂંટણી અને વર્ષ ર૦ર૪ માં બરનાલા વિધાનસભાની પેટાચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી.

દેશ અને પંજાબના એક મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા કેવલ સિંહ ઢિલ્લોન પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ખૂબ જ નજીકના ગણાય છે. બરનાલાના લોકો તેમને 'વિકાસ પુરુષ' તરીકે ઓળખે છે. તેઓ હંમેશાં વિવાદોથી દૂર રહીને માત્ર વિકાસના મુદ્દા પર જ રાજનીતિ કરવા માટે જાણીતા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરીને બે રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપે ડો. અર્ચના ગુપ્તાને હરિયાણા પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ ત્રિપુરામાં પણ પક્ષની કમાન સોંપતા અભિષેક દેબરોયને ત્રિપુરા પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ ફેરફાર અંગે અટકળો થઈ રહી છે અને અલગ અલગ કારણો ચર્ચાઈ રહ્યા છે, જો કે પાર્ટીના સૂત્રોએ આને પાર્ટીની રૂટિન પ્રક્રિયા ગણાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh