Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉજવાયા વિવિધ ઉત્સવો

પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે

                                                                                                                                                                                                      

ભાણવડમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે રણજીતપરમાં આવેલ અન્નપૂર્ણા માતાજી મંદિરના લાભાર્થે અન્ન૫ૂર્ણા ગરબી મંડળ તથા અન્નપૂર્ણા મહિલા સત્સંગ મંડળ દ્વારા સર્વે જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને પૂ. શાસ્ત્રી દિપકભાઈ જોશી બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યાં છે. કથામાં દરરોજ ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યાં છે. આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ જેવા ઉત્સવો ધામધૂમથી ઉજવાયા હતાં. આ કથા દરમિયાન અન્નપૂર્ણા મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવશીભાઈ કરમુરનું શાસ્ત્રીજીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh