Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગૌસંસ્થામાં સારવાર માટે આવેલા નવ જેટલા વાછરડાને લમ્પી રોગ હોવાની આશંકા

પશુપાલન વિભાગ દ્વારા સેમ્પલીંગ-લેબટેસ્ટીંગ કામગીરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગરની એક ગૌસંસ્થામાં સારવાર માટે આવેલ નવ જેટલા વાછરડાને લમ્પી જેવો રોગ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ પશુ તબીબો આ માટે જહેમત ઊઠાવી સારવાર કરી રહ્યા છે. આ તમામ વાછરડાને અન્ય તાલુકામાંથી લાવવામાં આવ્યા છે.

જામનગર, કાલાવડ અને લાલપુર તાલુકામાંથી ૯ વાછરડાને સારવાર માટે જામનગર શહેરની ગૌ સંસ્થામાં લાવવામાં આવ્યા છે, જેને લમ્પી રોગ જેવો વાયરસ લાગુ પડ્યો હોવાની આશંકા છે.

આ ગૌવંશના સેમ્પલ લેવાયા છે, અને ટેસ્ટીંગ માટે લેબમાં મોકલાયા છે, જો કે પ્રાથમિક સારવાર ગૌસેવકો દ્વારા આપવામાં આવતા હાલ તઓ તંદુરસ્ત હોવાનું પણ જાણવા મળ છે.

પરંતુ આ બાબતની જાણ થતા પશુ તબીબોએ તેમને અલગ રાખ્યા છે અને સારવાર કરી રહ્યા છે. આ વાછરડાને શરીરે ફોડલા જોવા મળ્યા છે, પરંતુ સઘન સારવારની આ રોગમાં તેને હાલ તો રાહત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh