Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના જેસીબીને સતત બે દિવસ સુધી અધ વચ્ચેથી અટકાવવાની નગરસેવિકાના પતિ સામે રાવ

પ્રધાનમંત્રી આવાસ, મોહનનગર, ગુલાબનગરમાં સફાઈ માટે આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરના વોર્ડ નંબર ૧૧ મા ઓમ રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ, મોહનનગર, ગુલાબનગરમાં સફાઈ માટે મહાનગરપાલિકામાંથી જેસીબી આવ્યું હતું, પરંતુ ભાજપના કોર્પોરેટરના પતિદેવએ કામમાં અવરોધ ઊભો કરી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ ઓમ રેસિડેન્સ કો.ઓનર્સ, એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

અહિંના પ્રમુખ ધીરજ પંડ્યા, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર ચૌહાણ અને મંત્રી કમલેશ મકવાણાએ રાજ્યના ઉપમુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, અહિં ૧૦૦૮ ફ્લેટમાં આશરે ૩પ૦૦ લોકો વસવાટ કરે છે. તાજેતરમાં સફાઈ માટેે મહાનગરપાલિકામાંથી જેસીબી મંગાવાયું હતું. તેની સામે ભાજપના કોર્પોરેટર નિર્મળાબેન વિસોરિયાના પતિ કિશોર વીસોરિયા પણ આવ્યા હતાં અને એક કલાક જેસીબીથી સફાઈ કર્યા પછી અમુક કામ મૂકીને જેસીબી ત્યાં લઈ જવામાં આવ્યું હતું. હવે કાલે આવીશું તેમ જણાવ્યું હતું.

બીજા દિવસે એટલે કે તા. ર૬ ના પણ જેસીબી આવ્યું હતું, ત્યારે પણ કોર્પોરેટરના પતિ સાથે આવ્યા હતાં અને સોસાયટીમાં ચોકીદાર સાથે યુનિફોર્મ પહેરવા બાબતે ઉગ્રતાથી વાત કરી હતી અને રોફ જમાવ્યો હતો, તેમ કહીને જેસીબી સાથે લઈ ગયા હતાં.

આમ કોર્પોરેટરના પતિને આવો પીળો પરવાનો કોણે આપ્યો? આથી આ કોર્પોરેટર પતિને અંકુશમાં રાખવામાં આવે તેવી માગણી આ પત્રમાં કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh